રાજપીપળા : રાજપીપળા નગરપાલિકામાં છેલ્લા લઘભગ 23 વર્ષથી નિયમિત રીતે ફરજ બજાવતા પાયલોટ નગીનભાઈ લલ્લુભાઇ સોલંકી આજે ગુરુવારે વય નિવૃત્તિના કારણે નિવૃત થતા પાલિકાના ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યા અને અન્ય કર્મચારીઓ દ્વારા પુષ્પગુછ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ફાયર વિભાગના ઇન્ચાર્જ મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું કે નગીનભાઈ એક નિપુણ તરવઇયા પણ હોય પાયલોટની સાથે સાથે તેમને પૂર સમયે કે અન્ય ઇમર્જન્સી સમયે સારી સેવા આપી હતી ત્યારે આજે એ અમારા સ્ટાફ માંથી નિવૃત થતા અમને એક સારા કર્મચારીની ખોટ પડશે જયારે ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યાએ જણાવ્યું કે નગીનભાઈ સારા કર્મચારીની સાથે સાથે સારું વ્યક્તિત્વ ધરાવતા હોય આજે નિવૃત થતા તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી અમારા સૌ વતી પ્રાર્થના કરીએ છીએ .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





