આહવા, તા.૯
જિલ્લા બાળ સુરક્ષા એકમ, આહવા દ્વારા તાજેતરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ કાર્યક્રમ યોજાઇ ગયો. સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના સહયોગથી યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં કુદરતી તથા માનવસર્જિત આપત્તિ સામે બચાવ રાહત કામગીરી અંગેની સઘન તાલીમ પુરી પાડવામાં આવી હતી. તાલીમ નિષ્ણાંત શ્રી ત્રિલોકભાઇ ઠાકર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જે.જે.બી.ના પ્રતિનિધિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ના કર્મચારીઓ તથા સરકારી સંસ્થાના બાળકો સાથે કુલ-૬૨ તાલીમાર્થીઓએ આ કાર્યક્રમ દરમિયાન તાલીમ મેળવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમ કાર્યક્રમનું સંચાલન સંસ્થાકિય સુરક્ષા અધિકારી શ્રી દિવ્યેશ વણકરે કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




