આરોગ્ય સેવાનો આરંભ કરાવતા આરોગ્યમંત્રી કાનાણી
સુરત, તા.૧૧
એએસજી આઈ હોસ્પિટલ અઠવાગેટ સુરત ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ ‘‘HOTA ’’ દ્વારા (હ્નામન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ) કીકી પ્રત્યારોપણની મંજૂરી મળેલ છે.
કાર્યક્રમમાં ચીફગેસ્ટ તરીકે પધારેલા ગુજરાત સરકારના આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે આરોગ્ય સેવાની શરૂઆત કરવામાં આવી હતી. કીકીના દર્દથી પીડાતા સુરતના દર્દીઓને હવે સુરત બહાર જવાની જરૂર પડશે નહીં. તેથી સુરતવાસીઓનો સમય ખર્ચ બચશે તેમજ ઝડપી સારવાર એ એએસજી આઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે.
કીકી પ્રત્યારોપણના વિશે માહિતી આપતા ડો. મંથન છાણીયારા તેઓ એઆઈએમએસના પ્રખ્યાત ડોક્ટર હતા તેઓ કીકી પ્રત્યારોપણને લગતા દરેક પ્રકારના ઓપરેશનમાં નિપુણતા ધરાવે છે. તેઓ ફુલટાઈમ એએસજી આઈ હોસ્પિટલમાં સેવા આપશે.
ડો. મિલાપ વાઘેલાએ જણાવ્યું હતું કેHOTA દ્વારા મળેલ સર્ટીફિકેટથી સુરતના કીકીના દર્દીઓને ઝડપી અને સુંદર સારવાર મળશે. આ સર્ટીફિકેટ અમને બહુ જ ઓછા સમયમાં પ્રાપ્ત કરવા બદલ અમે આનંદનો અનુભવ કરીએ છીએ. આજ સુધી અમે એએસજી હોસ્પિટલમાં ૧૬૦૦૦ થી વધુ આંખોના દર્દીઅોની તપાસ કરી ચૂક્યા છીએ નવીનતમ ટેક્નીક જેવી કે પીકે, ડીઓઈકે, ડીએમઈકે, ડીએસીકે, એલકે, પીડીઈકે જેવા ઓપરેશનોની અત્યંત આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવે છે. હોસ્પિટલમાં કેશલેસ અને ભારત સરકારની આયુષ્યમાનની સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે. આઈ હોસ્પિટલ દ્વારા વિવિધ જગ્યાએ શિબિરો કરીને આંખના દર્દીઓને જાગૃત કરવામાં આવે છે તેમજ નેત્રદાન કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આવા કેમ્પથી પ્રજાને આંખના દર્દથી થતું નુકસાન અટકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



