જુદી જુદી બે પરિણીતાઓની ફરિયાદ
સુરત, તા.૧૧
શહેરના અમરોલી અને અડાજણ વિસ્તારમાં રહેતી બે પરિણીતાઓએ પતિ સહિત સાસરીયાઓ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોîધાવતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્રાણ રેલવે સ્ટેસન સુખદેવ રેસીડેન્સી ખાતે ઘનશ્યામભાઈ પેથાણી, છાયાબેન પેથાણી, જયદીપભા પેથાણી રહે છે. ઘનશ્યામના લગ્ન અમરોલી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નજીવન બાદ પતિ ઘનશ્યામભાઈ, વિધવા સાસુ છાયાબેન તથા જેઠ જયદીપભાઈ વગેરેઓએ દહેજમાં મિલકતની માંગણી કરી પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. કંટાળી ગયેલી પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જ્યારે અડાજણ વિસ્તારમાં એક પરિણીતાને રાજસ્થાનમાં રહેતા પતિ અને સાસરીયાઓ તારા પિયરીયાઓએ દહેજમાં કંઈ આપેલું નથી તેમ જણાવી પંકજ પારીક તથા સાસુ સંતોકબેન પારીકે ત્રાસ આપતા પરિણીતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



