૧૬ શાળાના ૨૦૦૦ વિદ્યાર્થીઅોએ ભાગ લીધો
આહવા, તા.૧૧
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં જિલ્લા કક્ષાની સ્વામિ વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સરકારી માધ્યમિક શાળા તથા શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ૧૬ શાળાઓના ૨ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે એકલવ્ય મૉડેલ સ્કૂલ-મહાલની વિદ્યાર્થીની કુ.ફોરમ વળવી, દ્વિતીય નંબરે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-રંભાસના કમલેશ તુંબડા, અને તૃતિય નંબરે સરકારી માધ્યમિક શાળા-આહવાની વિદ્યાર્થીની કુ.ત્રુપ્તિ પવાર વિજેતા નિવડ્યા હતા.
ભાગ લેનારા વિદ્યાર્થીઓ સહિત વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભુસારા સહિત એસ.વી.એસ. કન્વિનર-વ-આચાર્ય શ્રી રામભાઇ ચૌધરી, અને શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના પ્રતિનિધિ શ્રી દત્તાત્રેય મોરેએ અભિનંદન પાઠવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




