સ્મીમેરમાં ફેબ્રુઆરી મહિનામાં ૪૪૫૦ ઈન્ડોર દર્દીઓ નોધાયા

0
16

મોટા ૮૪૬ અને નાના ૨૪૦૮ ઓપરેશન કરાયા
સુરત, તા.૧૧
સ્મીમેર હોસ્પિટલમાં માહે ફેબ્રુઆરી ૨૦૧૯ દરમ્યાન ૪૪૫૦ ઈન્ડોર તથા ૫૪૩૬૮ આઉટડોર પેશન્ટોને સારવાર આપવામાં આવી હતી. ૨૪૦૮ નાના તથા ૮૪૬ મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. ૧૨૩૧૫ એક્ષ-રે પાડવામાં આવ્યા હતા. ટી.બી.ના નવા ૧૮૮૬ અને જુના ૧૬૧૧ દર્દીઓ સહિત કુલ ૩૪૯૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દાંતના રોગો માટે કુલ ૧૩૫૯ દર્દીઑને સારવાર આપવામાં આવી હતી. ફીઝીયોથેરાપી વિભાગમાં કુલ ૨૨૧૩ તથા આંખ વિભાગમાં ૩૫૨૦ આઉટડોર દર્દીઓ નોધાયા હતા. લેબોરેટરી વિભાગમાં કુલ ૧૬૮૯૪ દર્દીઑનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોએ આરોગ્યલક્ષી સેવાનો સારો એવો લાભ મેળવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY