ન્યુ દિલ્હી,તા.૧૫
રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના ૨૪ કલાક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના કાયદાકીય પહેલુઓ પર કેન્દ્ર સરકારને ઘેરી છે. શનિવારે તેમણે ચુકાદા વાંચ્યા અને પૂછ્યુ સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ ક્યાં આપી છે જેવો કે આ સરકાર દાવો કરી રહી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફાઈલો મંગાવી નહીં અને નોટિંગ દેખાઈ નહીં તો ફરી પોતાની પીઠ થપથપાવી કે ક્લીનચીન ચીટ મળી ગઈ છે તે બાલિસ વાત છે.
કપિલ સિબ્બલ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જ્યારે તકનીકી પક્ષ અને રાફેલ ડીલની પ્રાઈસિંગની તપાસ કરી જ નથી તો સરકાર જીતનો દાવો કેવી રીતે કરી રહી છે? તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ મામલામાં ક્્યારેય પણ પાર્ટી કોર્ટમાં નહતી અને અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે આ મામલા પર ચુકાદો લેવા માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય મંચ નથી કારણ કે બધી ફાઈલો ત્યાં ના ખોલી શકાય. સુપ્રીમ કોર્ટની પાસે તેનો અધિકાર નથી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાફેલમાં કથિત ભ્રષ્ટાચાર, કિંમત, તકનીક વગેરેની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય સત્તા નથી. તેમણે કોર્ટના ચૂકાદામાં ૧૨માં, ૧૫માં અને ૩૪માં પેરેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું હતું કે તેનો અધિકાર વિસ્તાર સીમિત છે. સિબ્બલે કહ્યું કે કોર્ટના જણાવ્યાનુસાર તકનીકી રીતે સાચું શું છે, તે અમે નક્કી નથી કરી શકતા. કોર્ટે કહ્યું કે અમે કિંમતો અને તકનીક પર ચુકાદો નથી આપી શકતા. જ્યાં સુધી પ્રક્રિયાની વાત છે તો રાફેલ એક ખૂબ જ મજબૂત વિમાન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



