સુરત રોજગાર કચેરીના ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર

0
3

સેમિનારમાં ૨૨૮ વિદ્યાર્થીઅોએ ભાગ લીધો
સુરત, તા.૫
ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરી સુરત મોડલ કેરીયર સેન્ટર સુરત વિભાગના નાયબ નિયામક (રોજગાર) અધિકારી મુકેશભાઈ વસાવા, જિલ્લા રોજગાર અધિકારી પારૂલબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુમન શાળા નં.૧૬ (ઉર્દુ માધ્યમ)ïમાં ખટોદરા-સુરત ખાતે એન.સી.એસ. પોર્ટલ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત થયો.
શદર કાર્યક્રમમાં રોજગાર કચેરીના પ્રદિપભાઈ શિરસાઠ અને પ્રમોદભાઈ મિશ્રા દ્વારા ૨૨૮ જેટલા વિદ્યાર્થીઓને એન.સી.એસ. પોર્ટલ અને કારકિર્દી માર્ગદર્શન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુમન શાળાના આચાર્ય મુસ્તફાભાઈ મલેક, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના એમ.એસ. ડબ્લ્યુના વિદ્યાર્થી ચેતન નિકવાળે, યામીની જાધવ, કૌશલ બાગડે તથા શાળાના સહુ શિક્ષકો સહિત ૨૨૮ જેટલા વિદ્યાર્થીઓએ સામેલ થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY