ડાંગ સરકારી કચેરીઓ પાસે ધરણા, હડતાળ કે આંદોલન કરી શકાશે નહીં

0
15

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડામોરેï ફરમાવેલો પ્રતિબંધક હુકમો
આહવા, તા.૦૨
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક પ્રતિબંધાત્મક આદેશ અનુસાર, ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે આવેલા જિલ્લા સેવા સદન સહિતની વિવિધ જિલ્લા કચેરીઓ તથા તાલુકા મથકોએ આવેલી તાલુકા કચેરીઓની આસપાસના ર૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ઉપવાસ, ધરણા, ભૂખ હડતાલ સહિત સભા સરઘસબંધી ફરમાવવામાં આવી છે.
રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયેદસર રીતે મંડળીઓ રચી ધરણા/ઉપવાસ ઉપર પરવાનગી વિના બેસવાની ઘટનાઓ બનવા પામેલ છે. જેને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં પણ નાગરીકો પોતાની વિવિધ માંગણીઓ, રજુઆતો, તરફ ધ્યાન ખેચવા માટે અથવા તો કોઇ ચોક્કસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં કે તેને અડીને આવેલા/પસાર થતા/સંકળાયેલા મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી, કચેરીમાં તેમજ જાહેર માર્ગો ઉપર બાધા સર્જતા હોય છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાતી હોય છે. જેથી ડાંગ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે, લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલા તરીકે તા.૩૧/પ/ર૦૧૯ સુધી આવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
આદેશમાં વધુમા જણાવ્યા અનુસાર આહવાની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી સહિત, જિલ્લા પંચાયત અને અન્ય સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી તથા તાલુકા મથકે આવેલી તાલુકા મામલતદાર કચેરી સહિતની વિવિધ કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા સ્થળોએ કચેરી તથા કમ્પાઉન્ડની બહારના ર૦૦ મીટરની ત્રિજ્યાના હદ વિસ્તારમાં આવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ વધુમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY