કોસંબા-હથુરણ માર્ગ પર વાહનમાં કતલ ખાને લઈ જવાતી ગાયોનો ઉગારો

0
12

સુરત, તા.૦૨
કોસંબા-હથુરણ ખાતે મોટીï મસ્જીદની ખુલ્લી જગ્યા પાસેથી પસાર થતા એક વાહનમાંથી જુદા જુદા કલરની ૬ ગાયોની કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવતી હતી. તે દરમિયાન પોલીસે વાહન રોકી ૬ ગાયોને છોડાવી વાહન ચાલક ફરારïï થઈ જતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંગરોળ તાલુકાના તરસાડી દાદરી ફળિયા ખાતે બસીરભાઈ ચાંદાભાઈ સૈયદ રહે છે. તેઓ પોતાના વાહનમાં ઘાસચારો તથા પાણીની સુવિધા રાખ્યા વિના ૬ ગાયો (કિંમત રૂ. ૬૦ હજાર) કતલ કરવાના ઈરાદે લઈ જતા હતા. આ દરમ્યાન હથુરણ ગામની મોટી મસ્જીદ પાસેï પેટ્રોલીંગ કરી રહેલા હેમંતભાઈ બાવાભાઈએ વાહનનેï રોકી ૬ ગાયોને છોડાવી દીધી હતી. જાકે, આ દરમ્યાનï વાહન ચાલકïï બસીરભાઈ સૈયદ ફરાર થઈ જતાï તેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે પશુ સંરક્ષણ ધારાï અધિનિયમï ૨૦૧૧ની કલમ ૬ (ક) (બ) મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY