પોલીસે ત્રણ જુગારીઓ ઝડપી પાડ્યા
સુરત, તા.૨૩
બારડોલી ટાઉન હિદાયતનગરના ખુલ્લા મેદાનમાંથી વરલી મટકાના જુગાર રમતા ત્રણ જુગારીઓઓની ધરપકડ કરી કુલ ૪૩૯૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી હિદાયત નગર ખાતે હારૂનભાઈ મંસુર, સંજય નગર ખાતે લીમ્બાભાઈ પવાર તથા બાબેન ગામ ખાતે પ્રવિણભાઈ પાડવી રહે છે. ગત બપોરે ત્રણેક વાગ્યાના સુમારે તેઓ બારડોલી ટાઉન હિદાયતનગર ખાતે મુંબઈથી નિકળતા વરલી મટકાના મિલન બજાર તથા ટાઈમ બજારના અંકો પર નાણા લઈને હારજીતનો જુગાર રમાડતા હતા. પોલીસે દરોડા પાડી જુગારના સાધનો, સાહિત્ય, બોલપેન, રોકડા ૪૨૯૦૦, બે નંગ મોબાઈલ મળી કુલ ૪૩૯૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧૨ (અ) મુજબનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




