ગોલ્ડ મેડલ સાથે રૂ.૧૦ હજરનો રોકડ પુરસ્કાર
આહવા, તા.૯
રાજ્ય સરકારના ખેલ મહાકુંભના માધ્યમથી અનેક નામી/અનામી છૂપાયેલી શક્તિઓને બહાર લાવવામાં તંત્રને મળી રહેલી સફળતા સાથે, ક્ષમતાવાન ખેલાડીઓને પણ તેમની શ્રેષ્ઠતા સાબિત કરવાની તક સાંપડી રહી છે.
રાજ્યના છેવાડે આવેલા આદિવાસી જિલ્લામાંથી પણ ખેલ મહાકુંભને કારણે આજે દેશને મુરલી ગાવિત, અને સરિતા ગાયકવાડ જેવા આંતરરાષ્ટ્રીય દોડવીરો પ્રાપ્ત થયા છે. ત્યારે અહીંથી આવી જ અનેક ખેલપ્રતિભાઓ પણ જુદા જુદા સ્તરે તેમની ક્ષમતાનો પરચો આપી રહી છે.
આવા જ એક દગુનિયા ગામના દિવ્યાંગ ખેલાડી છેલ્લા પાંચ પાંચ વર્ષોથી શારીરિક વિકલાંગતા સાથે પણ ડાંગ જિલ્લાને ચી કૂદમાં રાજ્યકક્ષાએ સ્વર્ણપદક અપાવીને, તેની શ્રેષ્ઠતા સાથે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવી રહ્નાં છે. ડાબા હાથ વિનાના શ્રી રામભાઇ રાઠોડ નામના ડાંગ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીએ તાજેતરમાં નડિયાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાની ચી કૂદમાં ૧.૪૦ મીટરની છલાંગ લગાવીને, ૩૩ જિલ્લાના ખેલાડીઓને માત આપી સ્વર્ણપદક સાથે રૂ.૧૦ હજારની પ્રાઇસ મની પણ પોતાને નામે કરી છે.
આહવાના કૉચ શ્રી રાજેશ પટેલ તથા સોનગઢના ટીમ મેનેજર શ્રી સમીર પઠાણના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા રામભાઇ રાઠોડે તેમની આ સફળતા માટે તત્કાલિન મુખ્યમંત્રી-વ-દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત ભદરપાડા ગુરૂકુળ આશ્રમશાળાના સંચાલક શ્રી કિશોરભાઇ પટેલને તેમના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




