નાનપુરા વિવેકાનંદ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન યોજાયું
સુરત, તા.૮
દેશના તમામ કેન્દ્રીય શ્રમિક સંગઠનો દ્વારા કામદાર વિરોધીઅને ઉદ્યોગપતિઓ તરફી કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં સત આજે બીસજા દિવસે કામદાર યુનિયનોનો હડતાળ યથાવત રહી આજે શહેરના મક્કાઈપુલ ખાતે કામદારોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન દ્વારા દેખાવો કર્યો હતો.
સુરત સુધરાઈ મજદૂર યુનિયન પોસ્ટલ જાઈન્ટ કાઉન્સિલ, આઈટી કર્મચારી યુનિયન, આંગણવાડી વર્કરો, મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયતના ફિક્સ વેતન કર્મચારી, બેન્ક કર્મચારીઓ દ્વારા આજે સતત બીજા દિવસે પણ પણ હડચતાળને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. કામદારોને સામાજિક સુરક્ષા, લઘુત્તમ વેતન, સ્થાનિક શ્રમિકોને પ્રાધાન્યતા જેવી વિવિધ મુદ્દે બે દિવસથી હડતાળ શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો, રોજમદારો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આંગણવાડી બહેનો પણ હડતાળમાં જાડાઈ હતી.
આજે હડતાળના બીજા દિવસે સવારે ૧૦ઃ૩૦ થી બપોરે ૧ સુધી સ્વામી વિવેકાનંદ પુતળા, મક્કાઈપુલ નજીક કર્મચારીઓ અને યુનયન આગેવાનો ભેગા થયા હતા. આજે કામદારોએ દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યો હતો. સતત બે દિવસની હડતાળથી કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓ ના પડતર મુદ્દે ધ્યાન આપે તેવી આશા કામદાર આગેવાનો દ્વારા વ્યકત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



