કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડાંગ જિલ્લાની મુલાકાતે

0
33

મુખ્યમંત્રીની મુલાકાત બની રહેશે ડાંગ જિલ્લા માટે વિકાસ પર્વ
આહવા, તા.૨૩
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા.ર૪મી જાન્યુઆરી, ર૦૧૯નાં રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્ના છે.
ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે રૂ.૧૮.૮૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન સુવિધા સાથેની કલેક્ટર કચેરીના નવા જિલ્લા સેવા સદનનું લોકાર્પણ કરવા સાથે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા રૂ.૬.૦૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ હોસ્ટેલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આહવા ખાતે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પણ ડીજીટલી લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ પાસે આવેલા ગીરા ધોધ તથા ગીરમાળ ગામ પાસેના ગીરમાળ ધોધ સહિત સી વ્યૂ ખાતે ઇકો ટુરીઝમ સાઇટના કુલ રૂ.૪.પ૦ કરોડના વિવિધ વિકાસકામોનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડીજીટલી ખાતમુહૂર્ત કરાશે.
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે વન વિભાગની જુદી જુદી યોજનાઓના કુલ ૧૬૧ લાભાર્થીઓને રૂ.૭.૭૬ કરોડના વિવિધ લાભો એનાયત કરાશે. જ્યારે આદિજાતિ વિકાસ વિભાગની જુદી જુદી યોજનાઓ હેઠળ રૂ.ર.ર૪ લાખની સહાયનો એક લાભાર્થીને ચેક વિતરણ કરવા સહિત અન્ય ૩૩૫ લાભાર્થીઓને આદેશપત્રોનું વિતરણ કરાશે. આ ઉપરાંત પુરવઠા વિભાગની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ૬૦૦ લાભાર્થીઓને ગેસ જાડાણ, અને આરોગ્ય વિભાગના ૧૦૦ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળના ગોલ્ડ કાર્ડનું પણ વિતરણ કરાશે. આમ, મુખ્યમંત્રીશ્રીની ડાંગ જિલ્લાની મુલાકાત ડાંગ જિલ્લાના પ્રજાજનો માટે વિકાસ પર્વ બની રહેશે
દરમિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી સને ર૦૧૭/૧૮ના વર્ષની વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે. તો ડાંગ કલેક્ટર કચેરીની નવી વેબસાઇટનું પણ મુખ્યમંત્રીશ્રી આ વેળા લોકાર્પણ કરશે.
ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ સહિત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી રમણલાલ પાટકર પણ ઉપસ્થિત રહેશે. આ વેળા અતિથિ વિશેષ તરીકે વલસાડ/ડાંગના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી, ડાંગના ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત સહિતના મહાનુભાવો પણ હાજરી આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY