શાળા સમિતિના વાલી દિન કાર્યક્રમમાં કોંગ્રેસના સભ્યો વિરોધ પ્રદર્શન કરશે.

0
14

વગર ટેન્ડરે લાખોનો નાસ્તાનો ઓર્ડર આપી દેવાતા કોંગ્રેસનો વિરોધ
સુરત, તા. ૨૩
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રંગ ઉપવન નાનપુરા ખાતે યોજાનારા વાલી દિન કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના સભ્યો નટુ પટેલ, શફી જરીવાળા, સુરેશ સુહાગીયા દેખાવો કરશે. વાલી દિનના કાર્યક્રમ માટે શાળા સીમતિએ વગર ટેન્ડરે આપેલા રૂ. ૧૦ લાખના ઓર્ડર સંદર્ભે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી કોંગ્રેસ સભ્યો દેખાવો કરશે તેમજ વ્યકિતગત આમંત્રણ આપી શિક્ષણ સમિતિના કાર્યક્રમને ખાનગી આમંત્રણ બનાવી દેનાર અધ્યક્ષ હસમુખ પટેલનો વિરોધ કરવામાં આવશે.
આ અંગે શાળા સમિતિના સભ્ય નટુ પટેલ,શફી જરીવાળા, સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે, અમોનો વાલીદિનનો વિરોધ નથી. પરંતુ વાલીઓના નામે ભ્રષ્ટાચાર આચરનાર ભાજપ શાસકોની સામે છે. આજે સાંજે ૪ઃ૦૦ કલાકે નાનપુરા રંગઉપવન ખાતે યોજાનારી વાલીદિનના કાર્યક્રમના ગેટ પાસે પોસ્ટરો સાથે ઊભા રહી ભાજપ શાસકોએ આચરેલા ભ્રષ્ટાચાર અંગે વાલીઓનું ધ્યાન દોરી વિરોધ નોંધાવવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY