આહવામાં યોજાયો વિરાટ આશા સંમેલન સહ બાળ સંવેદના સેમિનાર
આહવા, તા.૨૩
બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા ક્ષેત્રે જિલ્લામાં થઇ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી, ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે છેક છેવાડેના ગ્રામીણ વિસ્તારોમાં પાયાનું કામ કરનારી આશા બહેનોને સંવેદના સાથે સતત જાગૃત રહેવાનું આહ્વાન કયુ હતું.
છેલ્લા વર્ષમાં ડાંગ જિલ્લામાં માતા અને બાળ મૃત્ય દરમાં નોîધાયેલા ઘટાડાનો ઉલ્લેખ કરીને, જિલ્લાના આરોગ્ય વિભાગને શુભેચ્છા પાઠવી કલેક્ટર શ્રી કુમારે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીથી લઇને છેક છેવાડે કામગીરી સંભાળતી આશા સુધીના તમામ આરોગ્ય કર્મયોગીઓની સંવેદનાને કારણે, આપણે માતા અને બાળ મૃત્યુદર ઘટાડી શક્યા છે, ત્યારે આગામી દિવસોમાં પણ વધુ સજાગ થઇ, ખૂબ જ ચોક્સાઇ સાથે સૌને ખભેખભા મિલાવી કાર્ય કરવાનું આહ્વાન કયુ હતું.
સ્વસ્થ અને સંસ્કારી સમાજ નિર્માણ માટે અમલી જુદી જુદી યોજનાઓની જાણકારી છેવાડાના જરૂરિયાતમંદ સુધી અસરકારક રીતે પહોચાડવાની અપીલ કરતા કલેક્ટર શ્રી બી.કે.કુમારે બાળ જન્મ નોîધતી જેવા મુદૃ વિશેષ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
બાળકો માટે અમલી જુદી જુદી આરોગ્ય, શિક્ષણ સહિતની યોજનાઓની જાણકારી અદના આદમી સુધી પહોîચાડીને, તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવાના આહ્વાન સાથે કલેક્ટર શ્રી બી.કે.કુમારે ડાંગ જિલ્લાના પ્રજાજનોને વ્યસન, અંધશ્રદ્ધા તથા બાળલગન્ જેવા દુર્ગુણોથી દૂર રહેવા અને સ્વચ્છ, સ્વસ્થ તથા સંસ્કારી સમાજ નિર્માણના પ્રશાસનના પ્રયાસોમાં સહયોગી બનવાનો અનુરોધ કર્યો હતો.
બાળ ઉછેરની જવાબદારી સાથે માસૂમ બાળકોના અધિકારો, માતાપિતા અને વાલીની જવાબદારીઓ જેવા સંવેદનશીલ મુદૃ વિસ્તૃત છણાવટ કરતા ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ ખાસ કરીને કેન્દ્ર,અને રાજ્ય સરકારના પોષણ અભિયાનનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. તંદુરસ્ત અને સુરક્ષિત સમાજ નિર્માણ માટે બાળકો, તેમના માતાપિતા, વાલી અને સામાજિક અગ્રણીઓ સહિત જવાબદાર વ્યક્તિઓ, કર્મયોગીઓએ સતત જાગૃતિ સાથે યોગ્ય સત્તાધિકારીઓ સુધી તેની સમસ્યા, મુશ્કેલીઓનું વેળાસર આદાનપ્રદાન કરવાનો પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો. ગ્રામીણ કક્ષાએ કાર્યરત આશા એ પાયાના ઘડતરનું કામ કરી શકે છે તેમ જણાવી શ્રી એચ.કે.વઢવાણિયાએ સૌને એક સાથે કદમથી કદમ મિલાવી સમાજ ઘડતરના પવિત્ર યજ્ઞકાર્યમાં આહુતિ આપવાનું પણ આહ્વાન કયુ હતું.
ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં આદર્શ બાળ સુરક્ષા, અને તેના ઉછેર બાબતે વિશેષ કાળજી સાથે ગત વર્ષ દરમિયાન જિલ્લામાં થયેલા બાળમૃત્યુ અને માતા મૃત્યુના દરને ઘટાડવા માટે જરૂર પડ્યે અલાયદી સ્ટ્રેટેજી બનાવવાના સહિત, સૌને તેમની જવાબદારી પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવાની અપીલ કરી હતી.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત આરોગ્ય વિભાગના વિરાટ આશા સંમેલન સહ સંકલિત બાળ સુરક્ષા એકમ દ્વારા આયોજિત બાળ સંવેદના-જવાબદારી આપણા સૌની વિષયક સંયુક્ત વર્કશોપ/સેમિનાર દરમિયાન સંબંધિત વિષય નિષ્ણાંતો દ્વારા બાળ સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ, યોજનાઓની વિસ્તૃત છણાવટ કરી હતી.
દરમિયાન શ્રી નિકોલસ વણકર તથા જયરામ ગાવિતે સંકલિત બાળ સુરક્ષા યોજનાની જાણકારી પુરી પાડી હતી. જ્યારે શ્રી ભૂપેન્દ્ર ધૂમે જે.જે.એક્ટ અને પોક્સો એક્ટની જાણકારી આપી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એમ.ચૌધરીએ સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓની જાણકારી પહોîચાડી હતી.
કાર્યક્રમના ભાગરૂપે સંસ્થાકિય પ્રસુતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી આશા બહેનોનું જાહેર સન્માન કરી, તેમને પ્રોત્સાહક પારિતોષિક અર્પણ કર્યા હતા. બાળ સુરક્ષા વિષયક દસ્તાવેજી ચિત્રના નિદર્શન, પ્રદર્શન સાથે અહીં ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત વિશેષ નાટક રજુ કરીને, જનજાગૃતિ કેળવવામાં આવી હતી. તાલીમાર્થીઓએ તેમમના પ્રતિભાવો પણ અહીં રજુ કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિગનેશ ચૌધરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી.સોરઠીયા, જિલ્લા બાળ સુરક્ષા એકમના શ્રી ચીરાગ જાશી તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.પાઉલ વસાવા સહિત જિલ્લાના તબીબી અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




