અહેમદ પટેલની જીત સામેની બળવંતસિંહની અરજી હાઈકોર્ટે ફગાવી

0
63

ગાંધીનગર,
તા.૨૨/૦૩/૨૦૧૮

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીત મુદ્દે હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે અરજદાર બળવંતસિંહ રાજપૂતને કોર્ટે ઝટકો આપ્યો છે. આ કેસમાં બળવંતસિંહની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટના નિવેદનો અતિ મહત્વનાં છે.

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠક માટે ગત તા. આઠ ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બળવંતસિંહ રાજપૂતને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસ તરફથી એક માત્ર અહમદ પટેલને જ ઉતારવામાં આવ્યા હતા.

આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને હરાવવા માટે ભાજપ દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામાં અપાવ્યા હતા, ક્રોસવોટિંગ કરાવ્યું હતું. આમ છતાં ભાજપના માત્ર બે જ ઉમેદવારો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની જ જીતી શક્યા હતા. જયારે બીજી તરફ કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર અહમદ પટેલ અનેક કાવાદાવાઓ વચ્ચે જીતી ગયા હતા.

આ ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા જે પરિણામ (ઇીજેઙ્મં) જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં અમિત શાહને ફર્સ્ટ પ્રેફરન્સના મત ૪૬ (તેની મત વેલ્યુ ૪૬૦૦) મેળવીને વિજેતા થયા હતા. ચૂંટણી પંચે કોંગ્રેસના ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહીલના બે મત (તેની મત વેલ્યુ ૨૦૦)ને અમાન્ય ઠરાવ્યા હતા. આમ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહી હતી. કોંગ્રેસના બે ધારાસભ્યના મત જે તેમણે ભાજપના ઉમેદવારને આપ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના આ નિર્ણય સામે કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપમાં જાડાયેલા અને ભાજપના હારેલા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હવે કોર્ટમાં જશે તેવી ચર્ચાઓ ઇીજેઙ્મં જાહેર થયાની સાથે જ શરુ થઈ ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY