ગણપત યુનિ.ના વિદ્યાર્થીનું ચાર શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો

0
162

મહેસાણા,
તા.૨૨/૦૩/૨૦૧૮

મહેસાણાની ગણ૫ત યુનિવર્સિટીના વિદ્યાર્થીનું સાથે જ અભ્યાસ કરતા ચાર શખ્સોએ અ૫હરણ કરી જઇને ઢોર માર મારી છોડી મૂક્્યો હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે યુવાને જાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કૌશલ ઘવલભાઇ જાધવ નામના યુવાને જણાવ્યુ છે કે, રજત નાયર, સુરજ સોની, શુભ ઠક્કર અને જીત ભડેશીખ નામના શખ્સોએ અસાઇનમેન્ટની ઝેરોક્ષ કરવાના બહાને બહાર બોલાવી અ૫હરણ કરી ગયા હતાં. બાદમાં મારી બહેનને કેમ મેસેજ કરે છે ? તેમ કહી કાફે ડેટ રેસ્ટોરન્ટ અને સિંધુ ભવન રોડ ઉ૫ર લઇ જઇને માર માર્યો હતો. અ૫હરણ કરીને લઇ જવાયેલા વાહનમાં ૫ણ માર માર્યા બાદ ઇસ્કોન મોલ પાસે ઉતારીને આ શખ્સો નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ભોગ બનનાર યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જા કે પોલીસે બનાવ સંદર્ભે હજૂ સુધી કોઇની ધર૫કડ કરી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY