ત્રણ હજાર કરોડનો ખર્ચ છતાં હજી પણ ગુજરાતમાં મેટ્રો દોડતી નથી થઈ..!!

0
7

અમદાવાદ,તા.૨૪
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં સરકારે કુલ ૩૦૦૦ કરોડનું મૂડીરોકાણ કર્યું છે છતાં મેટ્રો હજી સુધી દોડી શકી નથી. આ પ્રોજેક્ટ ૨૦૧૩મા મંજૂર કરવામાં આવ્યો હતો અને આજે તે પ્રોજેક્ટને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં અમદાવાદીઓને મેટ્રોમાં સફર કરવા મળી શક્્યું નથી.
ગુજરાત સરકારે ૨૦૦૪માં મેટ્રોના બદલે મ્ઇ્‌જી લીધી હતી અને બીજા રાજ્યોએ મેટ્રો પસંદ કરી હતી. આજે જયપુર, મુંબઇ સહિતના છ જેટલા શહેરોની જનતા મેટ્રોમાં સફર કરતી થઇ ગઇ છે પરંતુ અમદાવાદની જનતાને મેટ્રો નસીબમાં નથી.
શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ને ભારત સરકારે ૨૦૧૪માં મંજૂર કર્યો હતો. ત્યારબાદ સરકારે છેલ્લા ચાર વર્ષમાં અનુક્રમે ૨૨૬.૩૭ કરોડ, ૪૫૨.૩૮ કરોડ, ૧૧૧૨.૬૭ કરોડ અને ૧૩૨૪.૩૫ કરોડનો ખર્ચ કર્યો છે.
અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ ૯૦૦૦ કરોડનો થાય છે છતાં સરકારે ચાર વર્ષમાં માત્ર ૩૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. સરકારે દાવો કર્યો છે કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ૩૮ ટકા સિવિલ વર્ક પૂર્ણ થયું છે. રોલિંગ સ્ટોક એટલે કે રેલ્વે કોચ માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને તે ડિસેમ્બર ૨૦૧૮થી રોલિંગ સ્ટોક આવાની શરૂઆત થશે.
એટલે કે અમદાવાદીઓને હજી ડિસેમ્બર મહિનાની રાહ જાવાની રહે છે. શહેરી વિકાસ વિભાગે દાવો કર્યો છે કે મેટ્રો રેલના પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થયે વસ્ત્રાલથી એરપલ પાર્ક વચ્ચેના કોરીડોરમાં મેટ્રો રન ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. આખા અમદાવાદને મેટ્રો રેલમાં બેસવા માટે હજી એક વર્ષની રાહ જાવાની રહે છે, કેમ કે ૨૦૧૯માં આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂર્ણ થાય તેમ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY