ન્યુ દિલ્હી,તા.૨૪
રાફેલ ડીલ પર કાંગ્રેસના નિશાનાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાહુલ ગાંધી પર પાકિસ્તાન કનેકશનનો આરોપ મૂકયો છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રીઓના ટ્વીટનો હવાલો આપતા ભાજપે જણાવ્યું કે રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી કેમ્પેઇનિંગ થઇ રહ્યું છે. ભાજપે ૨૦૧૪ની પહેલાંનો પીએમનો એક વીડિયો પણ બતાવ્યો છે જેમાં મોદી તત્કાલીન પીએમ મનમોહન સિંહને ‘દેહાતી ઔરત’ કહેવા પર નવાઝ શરીફને આડા હાથ લેતા દેખાડી રહ્યાં છે.
ભાજપે જણાવ્યું કે રાહુલ ગાંધી અને મોદીમાં એટલો ફરક છે કે અને કાંગ્રેસે એ વાતની શીખ લેવી જાઇએ. સોમવારના રોજ ભાજપ તરફથી સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા કાંગ્રેસ પર પ્રહારો કર્યાં હતા. સંબિત પાત્રાએ જણાવ્યું કે પહેલાં પાકિસ્તાનના સૂચના મંત્રીએ રાહુલ ગાંધીના ટ્વીટનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ પૂર્વ ગૃહમંત્રી રહમાન મલિક ટ્વીટ કરે છે. રાહુલ ગાંધી જ દેશના આગળના પીએમ હશે અને મોદી રાહુલથી ડરે છે. રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી કેમ્પેઇનિંગ થઇ રહ્યું છે.
પાત્રાએ જણાવ્યું કે આ પહેલાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પણ ટ્વીટ કરી મોદીને નાના વ્યÂક્ત ગણાવ્યા છે. કોણ છે એ લોકો જે ઇચ્છે છે કે રાહુલ ગાંધી આગળ વધે? ભ્રષ્ટાચારી ઇચ્છે છે કે રાહુલ આગળ વધે, પરિવારવાદ કરનારા ઇચ્છે છે કે રાહુલ આગળ વધે, તુષ્ટિકરણ કરનાર ઇચ્છે છે કે રાહુલ આગળ વધે. બીજીબાજુ એવા લોકોની સંખ્યા વધુ છે જે સત્યની સાથે છે અને ઇચ્છે છે કે મોદી આગળ વધે.
ઉલ્લેખનીય છે કે રાફેલ ડીલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ હોલાન્ડનું નિવેદન આવવા પર કાંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. ડીલમાં કથિત રીતે ગોટાળોનો આરોપ મૂકી પીએમ પાસેથી રાજીનામાં માંગી રહ્યાં છે. ત્યારબાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સૌથી પહેલાં આ મામલાને પાકિસ્તાન સાથે જાડ્યો. રવિશંકર પ્રસાદે આરોપ મૂક્્યો હતો કે રાહુલ ગાંધી ઇચ્છે છે કે પાકિસ્તાનને આ ડીલની માહિતી મળી જાય.
રવિશંકર પ્રસાદ બાદ હવે સંબિત પાત્રા રાહુલ ગાંધીના પાકિસ્તાન સાથે કનેક્નશનની વાત કહી રહ્યાં છે. પાત્રાએ જણાવ્યું કે ભારત ઇચ્છે છે કે મોદી આગળ વધે, પાકિસ્તાન ઇચ્છે છે રાહુલ. કાંગ્રેસ અને પાકિસ્તાનમાં સમાનતા શું એક ઇત્તેફાક છે. પાત્રાએ પત્રકાર પરિષદના અંતમાં એક વીડિયો પણ દેખાડ્યો જેમાં ૨૦૧૪ના ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી નવાઝ શરીફ પર ટિપ્પણી કરતાં દેખાઇ રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



