અમદાવાદ,તા.૨૯
શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક વેપારીને રૂપિયાની લેતીદેતીના મામલે અપહરણ કરીને લપકામણ ખાતે આવેલા એક ખેતરમાં લઇ જઇને માર મારતાં પોલીસ ફરિયાદ થઇ છે. રમેશ દેસાઇ સહિત પાંચ લોકોએ વેપારીને માર મારીને બળજબરીપૂર્વક પાંચ લાખ રૂપિયાનું લખાણ લખાવી દીધું હતું.
આંબાવાડી રૂચિક એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાય ફ્રૂટની દુકાન ધરાવતા ૪પ વર્ષીય અનારભાઇ શાહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં રમેશ દેસાઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અનારભાઇએ અજયસિંહ શેખાવત પાસેથી રૂ.૧પ લાખ ઉધાર લીધા હતા. અજયસિંહ રમેશ દેસાઇ પાસેથી રૂપિયા લઇને અનારભાઇને આપતો હતો. થોડાક દિવસ પહેલાં અનારભાઇને રૂ.રર લાખ આપવાના નીકળે છે તેવું અજય અને રમેશે કÌšં હતું. અનારભાઇનું અપહરણ કરીને તેમને ગાંધીનગર ખાતે આવેલા લપકામણ ગામ પાસે ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા. ખેતરમાં પહેલાંથી રમેશ દેસાઇ અને ભરત દેસાઇ હાજર હતા. રમેશ દેસાઇએ અનારને ત્રણ-ચાર લાફા માર્યા અને કહ્યું કે રૂ.રર લાખ આપી દે.
રમેશે અનારભાઇને મારી નાખવાની ધમકી આપી હતી અને રર લાખ રૂપિયાનું લખાણ લખાવી દીધું હતું, મોડી રાતે અનારભાઇને ઘરે ઉતારી દીધા હતા. અનારભાઇએ આ મામલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં રમેશ દેસાઇ, ભરત દેસાઇ, ટીનો દિનેશ તેમજ અન્ય એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પોલીસે તમામ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



