ઓવલ,તા.૨૯
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એલિસ્ટર કુક અને પૂર્વ રગ્બી કપ્તાન બિલ બીઉમોન્ટને નવા વર્ષમાં નાઈટહુડ આપવામાં આવશે. ઇંગ્લેન્ડના કોઈ પણ ક્રિકેટરને ૧૧ વર્ષ પછી નાઈટહુડ આપવામાં આવશે. છેલ્લે ૨૦૦૭માં ઇયાન બોથમને નાઈટહુડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડના ફૂટબોલર હેરી કેનને વર્લ્ડકપમાં ૬ ગોલ કરી ટીમને સેમિફાઇનલ સુધી પહોંચડવાના પ્રયાસના લીધે મેમ્બર ઓફ દ ઓર્ડર ઓફ દ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરવામાં આવશે.
કુકે આ વર્ષે સપ્ટેમ્બરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તેણે ૧૬૧ ટેસ્ટમાં ૪૬.૯૫ની એવરેજથી ૧૨,૪૭૨ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૩૩ સદી ફટકારી છે. તે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી છે. તેની કપ્તાનીમાં ઇંગ્લેન્ડે ૨ વાર એશિઝ જીતી છે.
વર્લ્ડ રગ્બીના ચેરમેન બીઉમોન્ટે ૧૯૮૦માં ઇંગ્લેન્ડની રગ્બી ટીમની કપ્તાની કરી હતી. તેણે દેશ માટે ૩૪ મેચો રમી છે. તેમજ તેણે આઈરિશ લાયંસ માટે પણ ૭ મેચો રમી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




