ન્યુ દિલ્હી,તા.૧
૨૦૧૯ના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. દિલ્હીથી લઈને શિમલા અને ગોવામાં જબરજસ્ત અંદાજમાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. સીમા ઉપર પણ જવાનોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. વિદેશની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલાં નવું વર્ષ બદલાય છે ત્યારપછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની શરૂઆત થાય છે.
નવા વર્ષની પહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે પંજાબના અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આતશબાજી કરીને જ્યારે મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરમાં વિશેષ આરતી કરીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



