અમદાવાદ,તા.૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.૧૭ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલને ખુલ્લી મુકાઇ હતી. આ હોસ્પિટલના નિર્માણ પાછળ અધધ નાણાં મ્યુનિસિપલ તિજારીમાંથી અત્યાર સુધીમાં ખર્ચાયાં હોવા છતાં હજુ નવાં નવાં સાધનોની ખરીદી ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે તંત્રને સમગ્ર હોÂસ્પટલ પાછળ રૂ.૧૦૦૦ કરોડથી વધારે ખર્ચ થવાનો છે.
રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી યોજના હેઠળ નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ લોકો માટે તા.૧૮ જાન્યુઆરી, ર૦૧૯થી ધમધમતી થઇ હતી, જોકે પ્રારંભના દિવસોમાં હોસ્પિટલમાં ઓપીડી પેશન્ટ પણ ગણ્યાગાંઠ્યા નોંધાતા હતા. પહેલા બે દિવસે માંડ ૩૭ ઓપીડી પેશન્ટ અને ત્રીજા દિવસે ૬૩ ઓપીડી પેશન્ટ થયા હતા, જાકે હવે ઓપીડી પેશન્ટ વધીને દૈનિક રપ૦ થયા હોવાનો તંત્રનો દાવો છે, જ્યારે ઇન્ડોર પેશન્ટ માટે ૩૦૦ જનરલ પથારીની વ્યવસ્થા પણ શરૂઆતના સમયગાળામાં તૈયાર કરાઇ ન હતી. જનરલ પથારીની વ્યવસ્થામાં પણ હાલમાં વધુ ઇન્ડોર પેશન્ટ ન હોઇ તમામ ૩૦૦ જનરલ પથારી ‘સ્ટેન્ડ ટુ’ રખાઇ છે, પરંતુ દૈનિક દસથી બાર ઇન્ડોર પેશન્ટ જ હોય છે.
જાણકાર સૂત્રો કહે છે, બે બેઝમેન્ટ તથા ૧૭ માળ અને ઉપરના ૧૮મા માળે ટેરેસ પર ઓડિટોરિયમ અને હેલિપેડ ધરાવતી એસવીપી હોસ્પિટલના ઉદ્દ્ઘાટનમાં તંત્ર દ્વારા ઉતાવળ કરાઇ હતી. ઉદ્ઘાટનના દિવસના ચાર મહિના પહેલાં હોસ્પિટલનું સિવિલ વર્ક ચાલતું હતું. આજે પણ હોસ્પિટલના કેટલાક માળમાં સુવ્યવસ્થિત ફર્નિચર ગોઠવાયું નથી એટલે તેને બંધ રાખવા પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



