અમદાવાદ,તા.૧૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના બ્રિજ પર ધાર્મિકવિધિમાં વપરાયેલી પૂજા સામગ્રીના નિકાલ માટે મુકાયેલા કળશનો વિવાદ ઊઠ્યો છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા પૂજાપાના નિકાલની કામગીરીમાં ખુલ્લાઆમ ધાંધિયાં થઇ રહ્યાં છે, જાકે સત્તાધારી ભાજપ સાથે એક અથવા બીજા પ્રકારે આ કોન્ટ્રાક્ટરો સંકળાયેલા હોઇ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવા છતાં ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરાતા હોવાના ગંભીર આક્ષેપ ઊઠ્યા છે.
તંત્ર દ્વારા મધ્ય ઝોનમાં સુભાષબ્રિજ, દધીચિબ્રિજ, ગાંધીબ્રિજ એમ ત્રણ બ્રિજ પર બ્રિજદીઠ બે કળશ મૂકીને કળશમાં એકઠી થયેલી પૂજા સામગ્રીનો તિલક ગાર્ડન ખાતે સેગ્રિગેશન કરીને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. દરેક કળશ માટે એક કામદાર-કમ-ચોકીદાર સવારના સાતથી રાતના દશ વાગ્યા સુધી રાખવાની શરત ટેન્ડરમાં કરાઇ છે.
કળશને ખાલી કરવાની કામગીરીમાં ટ્રિપની કોઇ મર્યાદા રખાઇ નથી. ટેન્ડરની શરતમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરાયો છે કે જ્યારે પણ કળશ ભરાઇ જાય ત્યારે તુરત ખાલી દેવાના રહેશે. રવિવાર, જાહેર રજા કે તહેવારોના દિવસોમાં પણ કળશ ખાલી કરવાની કામગીરી કરવાની રહેશે. જે દિવસે વાહન કે કામદાર નહીં ફાળવાય તે દિવસે કોન્ટ્રાકટરને વાહનના પ્રત્યેક દિવસ માટે રૂ.૪૦૦ તથા કામદારના પ્રત્યેક દિવસ માટે રૂ.૩૦૦ પેનલ્ટી કરાશે. જા દિવસે કામગીરી સંતોષકારક નહીં જણાય તો તેવા સંજાગોમાં પણ પ્રતિ દિવસની ઓછામાં ઓછી રૂ.ર૦૦ની પેનલ્ટી કરાશે. કોન્ટ્રાક્ટરના વાહનમાં જીપીએસ સિસ્ટમ બેસાડેલી હોવી પણ ફરજીયાત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



