મુંબઈમાં પ્રદૂષણ વધ્યું,શિયાળામાં તાપમાનનો પારો નીચે જતાં પ્રદૂષણએ માઝા મૂકી

0
4

મુંબઇ,તા.૧૭
શહેરમાં વધતા જતા બાંધકામ, રસ્તા પર વાહનોની સંખ્યામાં થનારો વધારો, દરરોજ વકરતી ટ્રાફિકની સમસ્યા, શહેરને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તાર, તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટાકડા વગેરે કારણે નિર્માણ થતા પ્રદૂષણનું દુષ્પરિણામ મુંબઈની હવાની ગુણવત્તા પર થાય છે. શિયાળામાં આ સમસ્યા વધુ ગંભીર રૂપ ધારણ કરે છે. મુંબઈ શહેરમાં હવાની ગુણવત્તા દર્શાવતો આલેખ છેલ્લા વર્ષભરમાં નીચે ગયો હતો. ૨૦૧૭માં કુલ દિવસ પૈકી ૫૬ ટકા દિવસ ‘સારી’ અને સમાધાનકારક હવા હતી, પરંતુ ૨૦૧૮માં તેનું પ્રમાણ ઘટીને ૫૩ ટકા પર આવ્યું હતું. સ્વચ્છ દિવસની સંખ્યામાં થઇ રહેલો ઘટાડો જાખમનો નિર્દેશ છે. ટ્રાફિકજામ અને વધતું જતું બાંધકામનું પ્રમાણ તે માટે જવાબદાર હોવાનું પર્યાવરણનો અભ્યાસ કરનાર સંસ્થાનું કહેવું છે.
મુંબઈ સમુદ્રકિનારે વસેલું હોવાથી હવાને કારણે દિલ્હી, પુણેની સરખામણીમાં અહીં પ્રદૂષિત હવાનો નિકાલ ઝડપથી થાય છે, પરિણામે મુંબઈની હવા અન્ય શહેરની તુલનામાં સારી હોય છે. જાકે, છેલ્લા અમુક વર્ષમાં વધતા જતા બાંધકામ અને વાહનોના ટ્રાફિકને કારણે હવાની ગુણવત્તી નીચે ગઇ છે. ગયા વર્ષે અંધેરી, મઝગાંવ આ વિસ્તારની હવા સૌથી વધુ પ્રદૂષિત હોવાનું બહાર આવ્યું હતું. નવા વર્ષે પણ અંધેરી, મઝગાંવ, બાન્દ્રા-કુર્લા કામ્પ્લેકસ, માલાડમાં વધુ પ્રદૂષણ છે. આ વર્ષે શિયાળામાં તાપમાનનો પારો નીચે જતા પ્રદૂષણની સમસ્યા વધુ વકરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY