અમદાવાદ,તા.૧૯
તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જા તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ કોલેજિયન યુવતીને આપીને હેરાન-પરેશાન કરતા યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઇ છે. દોઢ વર્ષ પહેલાં યુવક અને યુવતી વચ્ચે મિત્રતામાં બ્રેકઅપ થઇ ગયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી સતત યુવક યુવતીની કોલેજ પર જઇને ધમકીઓ આપતો હતો.
સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરની આર.જે. ટીબ્રેવાલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ એક યુવક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હેરાન-પરેશાન કરવા બદલ ફરિયાદ કરી છે. યુવતી જ્યારે સેટેલાઇટમાં ભણતી હતી ત્યારે તેનો પરિચય શાહપુરની ભોઈવાડાની પોળમાં રહેતા અક્ષય નીરજભાઇ શ્રીમાળી નામના યુવક સાથે થયો હતો.
યુવતી અને અક્ષય વચ્ચે સારી મિત્રતા હતી, જાકે દોઢેક વર્ષથી બન્ને વચ્ચે અગમ્ય કારણસર બ્રેકઅપ થઇ ગયું હતું. થોડાક દિવસ પહેલાં યુવતી કોલેજમાં ભણતી હતી ત્યારે અક્ષયે તેને ફોન કર્યા હતા. અક્ષયે સંખ્યાબંધ ફોન કર્યા હોવા છતાંય યુવતીએ એક પણ ફોન ઉપાડ્યો નહીં.
એક અઠવાડિયા સુધી અક્ષય કોલેજ પર જઇને યુવતીને આ પ્રકારની ધમકી આપતો હતો. અક્ષયની ધમકીથી કંટાળીને યુવતીએ તેના પિતાને જાણ કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે અક્ષય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




