ચાર્જશીટ દાખલ કરતા પહેલા કેજરીવાલ સરકારની મંજૂરી કેમ નથી લીધી?

0
1

પોલીસે દાખલ કરેલ ૧૨૦૦ પાનાની ચાર્જશીટ પર દિલ્હી કોર્ટે ફટકાર લગાવી
ન્યુ દિલ્હી,તા.૧૯
જવાહર લાલ નહેરૂ વિશ્વવિદ્યાલય(જેએનયુ) દેશદ્રોહ મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું હતું કે, તમે આ મામલે ચાર્જશીટ દાખલ કરતા પહેલા કેજરીવાલ સરકારની મંજૂરી કેમ લીધી નથી ? શું તમારી પાસે લીગલ ડિપાર્ટમેન્ટ નથી? કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દિલ્હી સરકાર આ મામલે ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી નથી આપતી ત્યાં સુધી આ મેટરને ધ્યાનમાં લેવાશે નહી.
કોર્ટે દિલ્હી પોલીસને પ્રશ્ન કર્યો હતો કે, તમે દિલ્હી સરકારની પરવાગની વગર ચાર્જશીટ દાખલ કેમ કરી? દિલ્હી પોલીસે કોર્ટને બાદમાં જણાવ્યું હતું કે, તેઓ આ મામલે ૧૦ દિવસની અંદર કેજરીવાલ સરકાર પાસેથી પરવાનગી લેશે. ત્યારબાદ કોર્ટે આ કેસની સુનાવણી ૬ ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે, તેઓ પહેલા ચાર્જશીટ મામલે દિલ્હી સરકારની પરવાનગી લઇને આવે.
દિલ્હીની કોર્ટે પોલીસને દિલ્હીની સરકારની પરવાનગી વગર ચાર્જશીટ દાખલ કરવા અંગે પોલીસની ઝાટકણી કાઢી હતી. નોંધનીય છે કે, દિલ્હી પોલીસે જેએનયુ દેશદ્રોહ મામલે ૧૪ જાન્યુઆરી ૨૦૧૮એ ૧૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસ દેશદ્રોહ મામલે કન્હૈયા, ઉમર ખાલીદ, અનિબાર્ન ભટ્ટાચાર્ય સહિત ૧૦ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY