અમદાવાદમાં ૧૨ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

0
7

અમદાવાદ,તા.૨૭
દેશમાં દિવસેને દિવસે આત્મહત્યા અને દુષ્કર્મના બનાવોએ માજા મૂકી છે. ત્યારે રાજ્યની પણ આવી જ પરિસ્થિતિ છે. અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. આજે અમદાવાદમાં ૧૨ વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાત આત્મહત્યા કરી લીધી છે. ઘરકામ કરવા ગયેલી સગીરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં વાસણાના નીલકંઠ એપાર્ટમેન્ટની આ ઘટના છે. જ્યાં ઘરકામ કરતી ૧૨ વર્ષીય સગીરાએ આપઘાત કરી પોતાના જીવનનો અંત આણ્યો છે. જાકે, આ મામલામાં મૃતક સગીરાના પરિવારજનોએ એક યુવર પર એવો આરોપ લગાવ્યો છે કે તેને મૃતક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જેના કારણે સગીરાએ આત્મહત્યા કરી લીધી. હવે આ મામાલામાં સગીરાના પરિવારજનોએ સગીરાની લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો છે.
મૃતક સગીરાના પરિવાજનો અનુસાર, સગીરા જ્યારે ઘરકામ કરવા ગઇ હતી ત્યારે યુવાન ઘરમાં એકલો હતો અને તેને ઘરમાં કોઇ ન હોતા તકનો લાભ ઉઠાવી ૧૨ વર્ષીય સગારા પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાં જ પોલીસે આ મામલામાં લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે. હવે મૃતક સગીરાના પરિવારજનો આ મામલામાં ન્યાયની માંગ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY