અમદાવાદ,તા.૩૧
અમદાવાદમાં મોડી રાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. આ હિટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. આ ઘટના શહેરના આશ્રમરોડ પરની છે જેમાં પૂરપાટ આવી રહેલા ટેમ્પોએ બાઈકચાલકને જારદાર ટક્કર મારી હતી.
જેમાં ટક્કર બાદ બાઈકચાલકનું મોત થયુ છે. જેમાં ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે ટેમ્પો ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગઇ હતો.
જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મોડી રાતે આશ્રમરોડ પર આ ઘટના બની હતી.
આ અકસ્માત બાદ લોકોનાં ટોળા પણ એકત્ર થયા હતા અને ટેમ્પો ચાલકને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લઈને ડ્રાઈવરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



