શહેરમાં ડેન્ગ્યુના ૧૫૧ કેસો સપાટી ઉપર આવતા ચકચાર

0
581

અમદાવાદ,તા.૨૩
શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુના રોગચાળાની Âસ્થતિ ચોમાસા પહેલાં જ વકરી રહી છે. સામાન્ય રીતે, મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ માટે જાન્યુઆરીથી જૂન મહિનાનો સમયકાળ ‘ઓફ સિઝન’ ગણાય છે. પરંતુ આ સમયગાળામાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુના સત્તાવાર ૧પ૧ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડ પૈકી બહેરામપુરા વોર્ડમાં સૌથી વધુ ર૧ કેસ નોંધાયા છે. અમ્યુકો સત્તાવાળાઓ પણ ડેન્ગ્યુના કેસોને લઇ ચિંતિત બન્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગત તા.૧ જાન્યુઆરી, ર૦૧૮થી ગત તા.૧૩ જૂન, ર૦૧૮ સુધીના મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુના વોર્ડ દીઠ અને ઝોન દીઠ સત્તાવાર અહેવાલ મુજબ આટલા સમયગાળામાં બહેરામપુરા બાદ લાંભામાં સૌથી વધુ ૧ર કેસ છે. લાંભા બાદ જમાલપુર, દાણીલીમડા, ઇન્દ્રપુરી વોર્ડમાં આઠ કેસ અને મકતમપુરા, સ્ટેડિયમ, નારણપુરા, ગોમતીપુર, વટવા ડેન્ગ્યુગ્રસ્ત છે. ડેન્ગ્યુના સત્તાવાર કેસની ઝોનવાઇઝ વિગત તપાસતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ પર કેસ, પશ્ચિમ ઝોનમાં ર૮ કેસ, મધ્ય ઝોનમાં ર૬ કેસ, નવા પશ્ચિમ ઝોનમાં ૧૮ કેસ, પૂર્વ ઝોનમાં ૧૭ કેસ અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછા ૧૦ કેસ નોંધાયા છે. દરમ્યાન તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન એકશન પ્લાન હેઠળ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મૂકવા વ્યાપક ઉપાયો કરાયા હોવાનો દાવો કરાયો છે પરંતુ જે પ્રકારે ઓફ સિઝનમાં ડેન્ગ્યુના સત્તાવાર ૧પ૧ કેસ વિભિન્ન મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોંધાયા છે તેને જોતાં ચોમાસામાં ડેન્ગ્યુ કહેર મચાવે તેવી પૂરેપૂરી શકયતા છે. જેને પગલે અમ્યુકો સત્તાધીશો દ્વારા અત્યારથી જ જરૂરી પગલા લેવાની શરૂઆત કરી દેવાઇ છે. દરમ્યાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યુના સત્તાવાર કેસો ભલે ૧૫૧ જ નોંધાયા હોય પરંતુ તેનો બિનસત્તાવાર આંક ૭૦૦થી ૮૦૦ હોવાનો અંદાજ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY