ભારતને ન્યૂઝીલેન્ડની ધરતી પર પ્રથમ વાર ટી-૨૦ જીતી ઈતિહાસ સર્જવા તક
વેલિંગ્ટન,તા.૫
રવિવારે ભારતે અહીં ન્યૂ ઝીલૅન્ડને આખરી વન-ડેમાં હરાવીને શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી અને હવે આ જ મેદાન પર આજે બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચવાળી શ્રેણીની પ્રથમ ટી-ટ્વેન્ટી મૅચ (ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૩૦ વાગ્યાથી) રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઇવ બ્રાડકાસ્ટિંગ સ્ટાર સ્પોટ્ર્સ પર જાઇ શકાશે. હિન્દી કામેન્ટ્રી માટે સ્ટાર સ્પોટ્ર્સ હિન્દી પર જઇ શકો છો.
વિરાટ કોહલી છેલ્લી બે વન-ડેની જેમ આ શ્રેણીમાં પણ નથી રમવાનો એટલે રોહિત શર્મા સુકાન સંભાળશે અને મહેન્દ્રસિંહ ધોની ‘પડદા પાછળના સુકાની’ તરીકેની ભૂમિકા ભજવતો જાવા મળશે. આૅસ્ટ્રેલિયા સામે પહેલા ટેસ્ટ સિરીઝ, પછી વન-ડે સિરીઝ અને હવે આગામી ટી૨૦ સિરીઝને જીતવા પર ભારતીય ટીમની નજર રહશે. આ વિશે શિખર ધવને જણાવ્યું હતું કે અમે પણ માણસ છીએ અને અમારા શરીરને પણ આરામ જાઇએ. અમે જીતની લાઇને ધ્યાનમાં રાખીને આ સિરીઝ પણ ભારતના નામે કરીશું. જા ભારતીય ટીમ આ મેચ પણ પોતાના નામે કરે તો વિદેશી ધરતી પર ભારતીય ટીમના આ હેટ્રીક જીત થશે.
ન્યૂઝીલેન્ડ સામે બુધવારથી શરૃ થતી ૩ મેચની ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ભારત હારે કે જીતે તો પણ તેના રેન્કિંગ ઉપર કોઇ જ અસર નહીં પડે અને તે બીજા સ્થાને યથાવત્ રહેેશે. આઇસીસી ટી૨૦ રેન્કિંગમાં પાકિસ્તાન ૧૩૪ પોઇન્ટ સાથે ટોચના, ભારત ૧૨૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ સામેની ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ભારત ૩-૦થી હારે તો તે ૧૨૨ પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેશે. બીજી તરફ ભારત ૩-૦થી વિજય મેળવે તો તે ૧૨૯ પોઇન્ટ સાથે બીજું સ્થાન જાળવી રાખશે.
ઘાયલ ઓપનર માર્ટિન ગપ્તિલ ભારત સામેની ૩ ટ્વેન્ટી૨૦ મેચની શ્રેણીમાં રમી શકશે નહીં. ગપ્તિલને સ્થાને ઓલરાઉન્ડર જેમ્સ નીશામનો ન્યૂઝીલેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચોથી વન-ડે દરમિયાન ફિલ્ડિંગકરતી વખતે ગપ્તિલને ઈજા થઇ હતી. નીશામે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં ૧૩ બોલમાં ૪૭ રન ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. જાકે, ત્યારબાદ ઈજા થતાં નીશામે શ્રીલંકા સામેની એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ અને ભારત સામેની ચાર વન-ડે ગુમાવી હતી. ભારત સામેની પાંચમી વન-ડેમાં નીશામે ૩૩ રનમાં ૧ વિકેટ ખેરવવા ઉપરાંત ૩૨ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝ પહેલાં ઋષભે ધોનીવાળી ‘સ્વિટ હિટ’ પર પોતાની તૈયારી કરી. મંગળવારના રોજ સીબીઆઈએ પોતાના ટિવટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે, જેમાં ઋષભ પંત સ્વિચ હિટ માટે પૂરજાર કોશિષમાં છે.
આૅસ્ટ્રેલિયા સામેની અને ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે શ્રેણી જીત્યા પછી ભારતીય ટીમનો જુસ્સો બુલંદ છે. વેલિંગ્ટનમાં ભારત એકમાત્ર ટી-ટ્વેન્ટી (૨૦૦૯ની સાલમાં) રમ્યું છે જેમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. કિવીઓ સામે ટી-ટ્વેન્ટીમાં ભારતનો રેકાર્ડ ખરાબ છે. આઠમાંથી ભારતીયો બે મૅચ જીત્યા છે અને છ હાર્યા છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ.
કીવી ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ડગ બ્રેસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, સ્કોટ કુગેલિન, કાલિન મુનરો, ડેરિલ મિશેલ, મિશેલ સેંટનર, ટિમ સેફઇર્ટ, ઇશ સોઢી, ટિમ સાઉદી, રાસ ટેલર, બ્લેયર ટિકનર જેમ્સ નીશામ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




