અમદાવાદ,તા.૬
અમદાવાદ મહાનગર પાલિકાએ વર્ષ ૨૦૧૯-૨૦ માટેનુ બજેટ રજૂ કર્યું હતુ. મ્યુન્સિપાલ કમિશ્નર વિજય નેહરાએ ૭૫૦૯ કરોડનું ડાફ્ટ બજેટ મુકિયું હતુ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બજેટમાં ૫૪૨ કરોડના સુધારા સાથે નવું બજેટ ૮૦૫૧ કરોડનું રજૂ કર્યું હતું. આ વખતના મહાનગર પાલિકાએ બહાર પાડેલા બજેટમાં સામાન્ય જનતા પર એક પણ રૂપિયાનું ભારણ નાખવામાં આવ્યું નથી. આ વખતના બજેટની થીમ સ્માર્ટ અમદાવાદ પર રાખવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પદભાર સંભાળ્યા બાદ પોતાનું સૌપ્રથમ સુધારિત બજેટ રજૂ કરાયું હતું.
શાહીબાગ ડફનાળા, મણિનગર રેલવે ક્રોસિંગ અને નરોડા ગેલેક્સી ખાતે નવા ફ્લાય ઓવરબ્રિજ કે રેલવે ઓવરબ્રિજનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા રૂ. ૩૦ કરોડની ફાળવણી કરાઈ છે. લાંભાના બળિયાદેવ મંદિર વિસ્તારનું ડેવલપમેન્ટ, પ્રેમાભાઈ હોલને પુનઃ ધમધમતો કરવો, મોડલ રોડ માટે રૂ. ૩૦ કરોડની ફાળવણી, માણેકચોક રિડેવલપમેન્ટ પ્લાન માટે રૂ. પાંચ કરોડની જાગવાઈ કરવામાં આવી છે.
જાકે દર વર્ષે બજેટની મોટા ભાગની દરખાસ્તો ‘કાગળ’ પર રહેતી હોઇ નાગરિકો માટે તો એકંદરે છેતરામણું કહો કે હથેળીમાં ચાંદ બતાવનારું આભાસી બજેટ બનતું હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાતું રહે છે.
રૂ.૫૪૨ કરોડના સુધારા સાથે રૂ.૮૦૫૧ કરોડનું બજેટ રજુ કરાયું. જેમાં પ્રોપર્ટી અને પાણી વેરાના દરમાં કોઈ વધારો નહીં. કાઉન્સિલરની ગ્રાંટ રૂ.૮ લાખના વધારા સાથે ૨૫ લાખ કરાઈ. ચેરિટેબલ ટ્રસ્ટના ફિઝિયોથેરાપી સેન્ટરને ૭૦ ટકા ટેક્સ રિબેટ, મ્યુનિ. બિલ્ડીંગમાં ચાલતા ટ્રસ્ટ દવાખાનાને ટેક્સ રિબેટ, ધાર્મિક પ્રસંગે કાચા મંડપોને ફીમાંથી મુકિત અપાઈ.
આ બજેટમાં ઈલેક્ટ્રકિટ વાહનોને વાહન વેરામાં ૧૦૦ ટકા રાહત, વાડજ, નરોડા પાટિયા, વિનોબાભાવે નગરમાં બનશે નવા ફ્લાય ઓવરબ્રિજ, મણિનગર, શાહીબાગ ખાતે પણ બનશે ફ્લાયઓવર બ્રિજ, શારદાબેન હોસ્પિટલનું ૧૦ કરોડના ખર્ચે થશે નવીનીકરણ, દર્દીના સગાને હોસ્પિટલમાં મળશે રૂ.૧૦માં ભોજન, એલજી હોસ્પિટલમાં આઈવીએફ અને સુપર સ્પેશિયાલિસ્ટ બનશે. ઉત્તર–પૂર્વમાં ડ્રેનેજ કામોને પ્રાધાન્યતા, ગોધાવી કેનાલને જાડતા સ્ટોર્મ વોટર નેટવર્ક માટે ૧૦ કરોડ બનાવાશે.
શહેરમાં ૬ મોડલ રોડ બનાવવા માટે રૂ.૩૦ કરોડ, માણેકચોક રિડેવલપમેન્ટ પ્લાન માટે રૂ.૫ કરોડનો ખર્ચ, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે રૂ.૧૦ કરોડ, રૂ.૩૮ કરોડના ખર્ચે લો – ગાર્ડન ખાણીપીણી બજાર વિકસાવાશે, અમદાવાદ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ સેન્ટર ઊભુ કરવામાં આવશે, એનિમલ રેસ્કીયું, હોસ્ટેલ, હોસ્પિટલ માટે રૂ.૫ કરોડ ફાળવાશે. ટ્રાફીક સમસ્યા હલ કરવા ટ્રાફીક મેનેજમેન્ટ માટે ૨૦ કરોડ, રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડન સામે- સીંધુભવન-દાણાપીઠ અને પ્રહલાદનગર ગાર્ડન પાસે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



