એર ઇન્ડિયાના અધ્યક્ષ પ્રદિપ સિંહ ખરોલાની સિવિલ એવિએશન સચિવ તરીકે નિમણૂક

0
4

ન્યુ દિલ્હી,તા.૬
એર ઇન્ડિયાના અધ્યક્ષ અને સીએમડી પ્રદિપ સિંહને ખરોલાની સરકારે સિવિલ એવિએશન સેક્રેટરી પદ પર નિમણૂક કરી છે. ખરોલા ૧૯૮૫ના કર્ણાટક કેડરના આઇએએસ અધિકારી છે. તેમણે નવેમ્બર ૨૦૧૭માં એર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી બનાવવામાં આવ્યા હતા. પૂર્વ સચિવ રાજીવ નયન ચૌબેએ ૩૧ જાન્યુઆરીએ સેવાનિવૃત્તિ લીધા બાદથી આ પદ ખાલી હતું.
૫૬ વર્ષીય ખરોલાઓએ મિકેનિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ લીધું છે, સાથે જ આઇઆઇટી દિલ્હીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સમાં પીએચડી છે. તેઓ કર્ણાટક અર્બન ઇન્ફ્રાસ્ટ્રચક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશનનના ચેરમેન પદ પર પણ રહી ચૂક્યા છે.
ભારે ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયાને બહાર લાવવું એ ખરોલ માટે પડકારરૂપ હશે. નોંધનીય છે કે, સરકારે એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ઝડપી કરી છે. આ માટે કેબિનેટ નોટ પણ તૈયાર કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY