નડીયાદ,તા.૭
ખેડા જિલ્લાના નડિયાદમાં પબજી ગેમના વિરોધમાં હવે વિદ્યાર્થીઓએ જ રેલી કાઢી છે. નડિયાદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાડાયા હતા. આ રેલીમાં “પબજી ગેમ કરે શિક્ષણનો નાશ” જેવા બેનરો સાથે રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. જેમાં વિધાનસભામાં ખરડો પસાર કરીને નિયંત્રણ લાવવાની માગણી કરી છે.
તમને જણાવીએ કે, બ્લુવેલ ગેમ બાદ પબજી ગેમ પર પ્રતિબંધ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. આ ગેમના નુકશાનને ધ્યાને રાખીને ચંદ્રવદન ધ્રુવ નામના સામાજિક કાર્યકરની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શાળાના બાળકોમાં પબજી ગેમના નુકશાન અંગે જાગૃતિ કેળવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે પબજી ગેમ પાછળ બાળકોની ઘેલછાને જાતા શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી તમામ શાળાઓમાં જાણ કરવા કહેવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષકોને પણ બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ શિખવવા જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



