બોગલ કોલસેન્ટરનો રાફડો ફાટ્યો, ૪૬થી વધુની ધરપકડ

0
12

અમદાવાદ,તા.૭
અમદાવાદ શહેરમાં ચાલતા કોલસેન્ટરો પર પોલીસે તવાઈ બોલાવી છે. સતત ત્રીજા દિવસે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે થલતેજ અને પ્રહલાદ નગરમાંથી બોગસ કોલસેન્ટર ઝડપી કુલ ૪૬થી વધુ યુવક યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, થલતેજનાં એલિગન્સમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી ૨૦ યુવાનો અને ૧ યુવતીની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી પોલીસે મોબાઈલ, લેપટોપ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પ્રહલાદ નગરનાં પેલેડિયમ કોમ્પલેક્ષમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી ૨૫થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યાંથી પણ મોબાઇલ અને લેપટોપ જપ્ત કરાયા છે.
આ બન્ને ઘટનાઓને વિગતવાર જાઇએ તો, થલતેજમાં ચાલતા બોગસ કોલસેન્ટરની પોલીસને બાતમી મળી હતી, ત્યારબાદ પોલીસે અચાનક ત્રાટકીને ૨૩ લોકોની સાથે મોબાઇલ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર અને લેપટોપ જેવો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ આરોપીઓ કેનેડા અને અન્ય દેશનાં યુવાનોને ધમકાવીને રૂપિયા પડાવતાં હતાં. હાલ પોલીસ આ ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. જાકે આ કોલસેન્ટર કેટલા સમયથી ચાલતું હતું તે પણ હજી તપાસનો વિષય છે.
બાપુનગર વિરાટનગર ચાર રસ્તા પર અનીલ હોઝીયારી ઇન્ડ્રસ્ટ્રીયલ ફેકટરીમાંથી અમેરિકન નાગરિકોને છેતરતુ કોલ સેન્ટર પકડયું હતું. અમેરિકન નાગરીક ટેક્ષ ચોરી કરવામા દોષી ગણાવી તેમા અટક થશે અને ૩ મહિના જેલ થશે, તેમ કહી ગુગલ પ્લે દ્વારા પૈસા પડાવતા હતા. સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY