ન્યુ દિલ્હી,તા.૩૦
ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીકો માટે ખુશ ખબર છે, નવા વર્ષમાં વેટિંગ લિસ્ટમાં નામ ધરાવતા મુસાફરોને સીટ ખાલી થવા પર તુરંત ટિકિટ મળી જશે. જાન્યુઆરીથી ટ્રેન ઉપડ્યાને થોડી ક્ષણોમાં કેન્સલ થયેલી ટિકિટની જાણકારી ટીટીઇને ચાલતી ટ્રેનમાં મળી જશે. જેના માટે ટ્રેનમાં ટીટીઇને હેન્ડ ટર્મિનલ આપવામાં આવશે. જે ખાલી સીટ હશે. તે તુરંત જ વેટિંગ ટિકિટવાળાઓને મળી જશે. આ પ્રક્રિયાથી વેટિંગ લિસ્ટવાળા મુસાફરોને સીટ માટે બે સ્ટેશન સુધી રાહ જાવી નહીં પડે.
એક સાથે મોટી સંખ્યામાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ ઉપલબ્ધ કરાવવું મુશ્કેલ હોવાને કારણે તેને બે ચરણમાં શરૂ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં અંદાજે ૫૦૦ ટીટીઇને ટર્મિનલ આપવામાં આવશે. તો બીજા ચરણમાં ૮ હજાર હેન્ડ હેલ્ડ ટર્મિનલ ફાળવવામાં આવશે.
બીજા ચરણમાં ૮ હજાર હેન્ડ હેલ્ડ ટર્મિનલ ફાળવવામાં આવશે. બંને ચરણ પૂર્ણ થયા બાદ શતાબ્દી, રાજધાની અને દુરંતોની સાથે સાથે તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પણ ટીટીઇને ટર્મિનલ મળી જશે.
આ સિવાય ટર્મિનલમાં ટિકિટની તપાસમાં હવે વધુ સમય નહીં લાગે, હેન્ડ હેલ્ડ ટર્મિનલથી ટિકિટને તપાસ ૫૦ મિનિટની જગ્યાએ ૨૦ મિનિટમાં જ થઇ શકશે. લોકોને ટીટીઆઇ આવવાને વધુ રાહ નહીં જાવી પડે.
રિફન્ડની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થશે. ટર્મિનલ અપડેટ થવાથી કેન્સલ થયેલી ટિકિટના રિફન્ડની પ્રક્રિયા ઝડપથી શરૂ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



