અમદાવાદ,તા.૧
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યની પ્રવર્તમાન અછતના સન્દર્ભમાં વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ ૫૭ તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિ વિષયક વીજ જાડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ ફરજીયાતપણે અપનાવવાની રહેશે નહીં.
આ અગાઉ રાજ્ય સરકારે ભૂગર્ભ જળ સ્તર નીચા જતા હોવાની સ્થિતિને કારણે રાજ્યના ૫૭ તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર કર્યો હતો. તદ્દઅનુસાર જે ખેડૂતો કૃષિ વિષયક વીજ જાડાણ મેળવવા માંગતા હોય તેમણે ફરજીયાતપણે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવાની રહેતી હતી. પરંતુ આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીશ્રીએ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવાની જાગવાઈ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે.
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે બીજા એ નિર્ણય લીધો છે કે સરકારે મગ અને અડદની ખરીદીની ટેકાના ભાવે ખરીદીનો પણ શુભારંભ કર્યો છે. વેચાણ આપવા ઈચ્છતા ખેડૂતોએ ૧૦મી ડિસેમ્બરથી રાજ્યના મગના ૩૪ APMC કેન્દ્રો અને અડદ માટે ૫૮ એપીએમસી કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે. ૨૪ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી થઈ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



