એસટી બસે સાયકલ પર જતી વિદ્યાર્થીનીને અડફેટે લેતાં ઘાયલ

0
6

સુરત,તા.૧૦
વરાછા ફ્લાય ઓવરબ્રીજ પહેલા પોદ્દાર આર્કેડ સર્કલ પાસે એસટી બસે સાયકલ પર જતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. ધોરણ ૧૦ની પરીક્ષા ચાલતી હોયય કૃપાલી શૈલેષ પટેલ તેના કાકાના દીકરા સાથે સવારે સાત વાગ્યાના સુમારે ટ્યુશન જઈ રહી હતી. આ દરમિયાન ઓલપાડ સુરત બગદાણા (જીજે ૧૮ ઝેડ ૦૨૪૨) બસે સાયકલ પર જતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. જેથી આસપાસમાંથી લોકો આવી ગયાં હતાં. અને વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.
એકિસડન્ટ બાદ ડ્રાઈવર બસ મુકીને નાસી ગયો હતો. જ્યારે બસમાં રહેલા પાંચેક પેસેન્જરને અન્ય બસમાં જવું પડ્યું હતું. જા કે, પેસેન્જરોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર મોબાઈલમાં વાત કરી રહ્યો હતો એ દરમિયાન એકિસડન્ટ સર્જાયો હતો. બાદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોએ બસને સાઈડમાં કરાવી હતી.
ઉમિયા ધામ ખાતે આવેલા રૂપા એપાર્ટમેન્ટમાં રહેતી કૃપાલી તેના કાકાના દીકરા ડેનિસ સાથે જઈ રહી હતી તે દરમિયાન એકિસડન્ટ સર્જાયો હતો.જેમાં બાળકીના હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. જેથી આવતીકાલનું પેપર આપી શકશે કે કેમ તે સવાલો ઉભા થયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY