ન્યુ દિલ્હી,તા.૧૦
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ ૮૬ વર્ષના થઈ ગયા છે. રાજ્યસભામાં તેમની મુદત ૧૪ જૂન-૨૦૧૯ના પૂર્ણ થશે. ત્યારબાદ તેઓ રાજ્યસભાની ચૂંટણી લડવા ઈચ્છતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લેશે. તેમના જણાવ્યા પ્રમાણે રાજનીતિ પહેલા જેવી રહી નથી. તેમના જેવાનું કામ નથી. કાંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે રાજકારણમાં કાદવઉછાળ, હેરાનગતિ અને ફસાવવાની વૃત્તિ વધી છે તે ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી આ વર્ષે આસાન નથી તેથી તેઓ રાજનીતિથી દૂર રહેવા માગે છે.
એઆઈસીસીના સભ્ય અનિલ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે મનમોહનસિંહની ઈમેજ અને ધાક વિશ્ર્વના દેશો અને અર્થશાસ્ત્રીઓમાં છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા તેમને ગુરુ કહે છે. તેમના નિવેદનની બહુ અસર રહે છે. મનમોહનસિંહની અનિચ્છા છતાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે તેઓ વધુ એક મુદત રાજ્યસભામાં રહે. પંજાબ કે તમિળનાડુમાંથી તેમને સાંસદ બનાવવાના પ્રયાસ ચાલે છે. હાલ તેઓ આસામમાંથી રાજ્યસભાના સાંસદ છે. ૧૯૯૧ બાદ પાંચ વાર સાંસદ બન્યા છે. અત્યારે આસામમાં ભાજપની સરકાર છે. ત્યાંથી ફરીથી રાજ્યસભાના સાંસદ બનવું મુશ્કેલ છે. એટલે અન્ય રાજ્યમાંથી સુરક્ષિત બેઠક પરથી લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. ૮૬ વર્ષની ઉંમરે મનમોહનસિંહ રાજકારણમાં સક્રિય રહે એવી શકીયતા ઓછી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




