મારો વાંક માત્ર એટલો કે ભાજપ સામે ઝૂકિયો નહીં, પણ લડતો રહીશ : હાર્દિક પટેલ

0
8

અમદાવાદ,તા.૨૯
હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલ અને કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. સજા પર સ્ટે મૂકવાની હાર્દિકની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. જેનાથી હવે હાર્દિક લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં પરંતુ આ અંગે તે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. ત્યારે હાઇકોર્ટના નિર્ણય બાદ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
હાર્દિકે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્‌વીટર પર લખ્યું કે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. ચૂંટણી તો આવતી જતી રહી છે. પરંતુ બંધારણ સામે ભાજપ કામ કરી રહ્યુ છે. કોંગ્રેસ પાર્ટીના ૨૫ વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી કેમ રોકવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ સામે કેસ દાખલ છે, સજા પણ છે. પરંતુ કાયદો માત્ર અમારા માટે છે.
હાર્દિકે વધુમાં લખ્યું કે અમે ડરીશું નહીં, સત્ય, અહિંસા અને ઇમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ ઉઠાવતા રહીશું. જનતાની સેવક કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો વાંક માત્ર એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂકિયો નહીં. સત્તા સામે લડવાનું આ પરિણામ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY