ન્યુ દિલ્હી,તા.૨૯
મિઝોરમના ઈતિહાસમાં પહેલી વખત મહિલા ઉમેદવાર લાલથલામૌની લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. તેમણે કહ્યું છે કે, આ પગલુ મે ભગવાનના ઈશારા પર ભર્યું છે. તે મિઝોરમમાં એનજીઓ દ્વારા યહુદી સમુદાયના લોકોના કલ્યાણ માટેનું કાર્ય કરે છે.
મિઝોરામના ઈતિહાસમાં પહેલી વખત એક મહિલા ઉમેદવાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. આ ચૂંટણીમાં લાલથલામૌનીનો મુકાબલો પાંચ પુરુષ ઉમેદવારો સાથે હશે. જા કે હાલ અહીંના સાંસદ કોંગ્રેસના ૮૩ વર્ષીય સીએલ રૌલા છે, જે બે વખત જીતી ચુક્યા છે. ગત વર્ષે મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં ૧૫ મહિલા ઉમેદવારો ઉતરી હતી. લાલથલામૌની પણ તેમાથી એક છે, જેને ચૂંટણીમાં ફક્ત ૬૯ મત જ મળ્યા હતા.
૬૩ વર્ષીય લાલથલામૌનીએ કહ્યું, મેં આ પગલુ ભગવાનના ઈશારા પર ભર્યું છે. મારો પડકાર મિઝોરમની મહિલાઓ માટે પણ છે. અમારી પાસે કોઈ પણ રાજકીય પ્રતિનિધિત્વ નથી. અમે દુનિયા સામે અમારી ઓળખાણ લઈને વાત કરીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




