અમદાવાદમાં વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ નો પ્રારંભ

0
11

અમદાવાદ,તા.૧૫
અમદાવાદમાં નેશનલ ચેમ્પિયનન શીપ ફોર વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડનો પ્રારંભ થયો છે. ૧૫ અને ૧૬ સપ્ટેમ્બર બે દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપનું અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ થી ૨૫ વર્ષની વયના ૧,૦૦૦થી વધુ ઈનોવેટર્સ એક પ્લેટફોર્મ પર પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરી રહ્યાં છે..
ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઇન્સીટ્યુશનર્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જીનીયરીંન્ગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ દ્વારા આ ચેમ્પિયન શિપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં ૧૨ શહેરોમાં યોજાય છે અને અને હજારો વિદ્યાર્થી તેમાં ભાગ લે છે.
આ સ્પર્ધાને ફૂટબોલ કેટેગરી, ઓપન કેટેગરી અને રેગ્યુલર કેટેગરી એમ ૩ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ફૂટબોલ કેટેગરીના હિસ્સા તરીકે ટીમ સ્થળ ઉપર બે સ્વયંસંચાલિત રોબોટસનુ નિર્માણ કરશે.
બે ટીમના રોબોટસ વચ્ચે સોકર સ્પર્ધા યોજાશે. અને તેમાં રોબોટ્‌સ વિદ્યાર્થીઓ દ્વારા કોડેડ સૂચનાઓ ડીઝાઈન અને મુજબ કામ કરશે. ઓપન કેટેગરીમાં વિદ્યાર્થીઓ ફૂડ પ્રોડક્શન, વિતરણ અને મેનેજમેન્ટને લગતા વાસ્તવિક દુનિયાને સ્પર્શતા સવાલોના ઉપાયો રજૂ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY