દલિતોને મનાવવા રાવણ છોડ્યા બાદ ભાજપ ના ઘરનો રહે, ના ઘાટનો….?

0
62

ભારતમાં રાજકારણીઓ જ્ઞાતિવાદ નાબૂદ કરવાની ને એવી બધી મોટી મોટી વાતો બહુ કરે છે પણ તેમનાથી જ્ઞાતિવાદ છૂટતો નથી. તેનું કારણ એ કે, આપણા રાજકારણીઓ કૂવામાંના દેડકા જેવા છે. તેમની માનસિકતા એકદમ સંકુચિત છે તેથી સત્તા ને મતબેંકથી આગળ એ લોકો જાઈ શકતા નથી. આ કારણે આપણા રાજકારણીઓના મોટા ભાગના નિર્ણયો જ્ઞાતિવાદ આધારિત જ હોય છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ભીમ સેનાના કર્તાહર્તા ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને છોડવાનો નિર્ણય લીધો એ આ માનસિકતાનો તાજા પુરાવો છે.
ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭ના એપ્રિલ-મે મહિનામાં દલિતો અને ઠાકુર-રાજપૂતો વચ્ચે રમખાણ થયેલાં. દલિતો ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિ ઉજવતા હતા ત્યારે બબાલ શરૂ થયેલી. એ વખતે રાવણે ભડકાવનારાં ભાષણ કરેલાં. એ વખતે તો પોલીસે બધું ટાઢું પાડી દીધેલું પણ અંદરખાને ઘૂંઘવાટ હતો જ. ૫ એપ્રિલે ઠાકુરોએ મહારાણા પ્રતાપ જયંતી ઉજવવાનું એલાન કર્યું ત્યારે આ ઘૂંઘવાટ બહાર આવ્યો. મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને પાછા ફરતા ઠાકુરોએ દલિતોનાં ઘરો પર હુમલો કરી દીધો ને તેમને આગ લગાડી દીધી. દલિતો પણ બચાવમાં મેદાનમાં આવી ગયા ને તેમાં જ ધમાલ થઈ તેમાં એક ઠાકુરનું મોત થયેલું. ભડકેલા ઠાકુરોએ બીજે પણ દલિતો સામે હુમલા શરૂ કર્યા ને સામે દલિતો પણ મેદાનમાં આવી ગયા તેમાં બબાલ વધેલી. દલિતો વતી ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણે આગેવાની લીધેલી. રાવણે દિલ્હીના જંતર મંતર ખાતે પણ પ્રદર્શન કરેલું.
યોગી આદિત્યનાથ નવાસવા ગાદી પર બેઠેલા ને સવર્ણોના મતોથી મુખ્યમંત્રી બનેલા તેથી તેમણે ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને ઉઠાવીને જેલમાં ધકેલી દીધેલો. રાવણ સામે હિંસા ભડકાવવાના આરોપો મુકાયેલા પણ અલાહાબાદ હાઈ કોર્ટે તેને જામીન પર છોડી મૂકેલો. જા કે યોગી આદિત્યનાથે તરત જ તેના પર નેશનલ સિક્્યુરિટી એક્ટ (એનએસએ) હેઠળ કેસ ઠોકી દીધો. રાવણે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી. બીજી બાજુ યોગી સરકારે રાવણ બહાર ના નીકળે એ માટે તેના પર એક પછી એક કેસ ઠોકવાનો કાર્યક્રમ ચાલુ રાખેલો. આ પૈકીના મોટા ભાગના કેસો સાવ રદ્દી હતા તેથી બધા કેસમાં જામીન મળી ગયેલા, ખાલી નેશનલ સિક્્યુરિટી એક્ટ (એનએસએ) હેઠળનો કેસ બાકી હતો. આ એક્ટ હેઠળ યોગી સરકાર રાવણને ધારે ત્યાં લગી જેલમા રાખી શકે. અત્યાર લગી યોગી સરકારે જે રીતે રાવણને અંદર રાખેલો એ જાતાં તેનો છુટકારો કદી નહીં થાય એવું જ લાગતું હતું. અચાનક જ યોગીને રાવણ પર હેત ઊભરાયું ને તેમણે રાવણને છોડી મૂકવાનું ફરમાન કરી દીધું. તાબડતોબ તેનો અમલ પણ કરી દેવાયો ને શુક્રવારે બપોરે તો રાવણ બહાર પણ આવી ગયો. રાવણને આ રીતે અચાનક છોડી મૂકવા માટે પોલીસે એવું કારણ આપ્યું છે કે, રાવણની મા બીમાર છે તેથી તેના પર દયા ખાઈને તેને છોડી મુકાયો છે.
પોલીસ જે કારણ આપી રહી છે એ વાહિયાત છે એ કહેવાની જરૂર નથી. રાવણની મા તો બિચારી છેલ્લા એક વરસથી એકલી રહે છે ને બીમાર જ છે. તેને તો પોતાના દીકરાની જરૂર વરસ પહેલાં પણ એટલી જ હતી, જેટલી આજે છે. એ વખતે તો યોગીને રાવણ પર હેત નહોતું ઊભરાયું કે તેની માની દયા નહોતી આવી. તો હવે અચાનક આ મહેરબાની કેમ ? આ સવાલનો જવાબ લેખની શરૂઆતમાં જ કરી એ જ્ઞાતિવાદી સત્તાલક્ષી માનસિકતા છે.
લોકસભાની ચૂંટણી માથે છે ને ભાજપ માટે ઠેર ઠેર હોળીઓ સળગેલી છે. ક્્યાંક અનામતના કારણે રાડો છે તો ક્્યાંક ખેડૂતોનાં દેવાના નામે દેકારો મચેલો છે. ક્્યાંક રોજગારીની રાડારાડ છે ને પેટ્રોલ-ડીઝલના ભાવોની મોંકાણ તો આખા દેશમાં છે. આ બધું એકસામટું ભેગું થયું છે તેમાં ભાજપવાળા ફફડી ગયા છે. બાકી હતું તે ઉત્તર ભારતમાં એટ્રોસિટી એક્ટના કારણે હોળી સળગેલી છે. દલિતો અને આદિવાસીઓને રાજી રાખવા ભાજપે એટ્રોસિટી એક્ટમાં સુધારો કર્યો ને તેમાં સવર્ણો ભડક્્યા છે. સવર્ણો ભાજપની મૂળભૂત મતબેંક છે ને ભાજપ ધીંગો થયો તેમાં આ સવર્ણ મતબેંકનું મોટુ યોગદાન છે. ભાજપ કેન્દ્રમાં સત્તા લગી પહોંચ્યો તેમાં ઉત્તર ભારતમાંથી તેને મળેલા સૂંડલે સૂંડલા મતો ને થોકબંધ બેઠકોનો ફાળો સૌથી વધારે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ એ ઉત્તર ભારતનાં હિન્દી બેલ્ટનાં રાજ્યોમાંથી જ ભાજપને ૧૭૦ની આસપાસ બેઠકો મળી છે.
સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટમાં આડેધડ ધરપકડો કરાય છે ને આગોતરા જામીન પણ નથી મળતા એવો ચુકાદો આપેલો. દલિત સંગઠનોએ તેનો વિરોધ કર્યો તેમાં ભાજપ ફફડી ગયો ને તેણે એટ્રોસિટી એક્ટને મૂળ સ્વરૂપમાં પાછો લાવવાનો ખરડો પસાર કરી દીધો. આ સુધારાના કારણે ભાજપની હાલત લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ જેવી થઈ જાય એવી શક્્યતા છે કેમ કે તેના કારણે સવર્ણો ભડકી ગયા છે.
ભાજપે તેમને મનામણાં શરૂ કર્યાં પણ સવર્ણો માનતા નથી. તેમને મનાવવા માટે ભાજપે રામમંદિરની ને એવી વાતો કરવા માંડી છે. સાથે સાથે એટ્રોસિટી એક્ટમાં સુધારો કર્યો તેનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં મળે એ વાસ્તે દલિતોને પણ પંપાળવા માંડ્યા છે. દલિતોની સહાનુભૂતિ જીતવા જ ભાજપે રાવણને વહેલો છોડી મૂક્્યો છે.
ભાજપે રાવણને છોડીને મોટો દાવ ખેલ્યો છે પણ રાવણે બહાર આવીને જે રીતે ભાજપને ભાંડ્યો એ જાતાં તો ભાજપનો આ દાવ ચાલવા વિશે અત્યારથી શંકા થવા લાગી છે. રાવણે બહાર આવીને સૌથી પહેલાં એ જ એલાન કર્યું કે, અમે ભાજપને ૨૦૧૯ની ચૂંટણીમાં તો જીતવા નહીં જ દઈએ પણ ૨૦ વર્ષ લગી ભાજપ સત્તામાં આવી ના શકે તેવી હાલત કરી નાંખીશું. રાવણે ભાજપ પર સત્તાના દુરૂપયોગનો આક્ષેપ પણ કર્યો ને એવી ડંફાશ પણ મારી કે, ભાજપ સરકાર મારા કારણે ફફડી ગયેલી તેમાં મને છોડવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પોતે કરેલી અપીલમાં પણ યોગી સરકારની ઈજ્જતનો કચરો થઈ જાય એમ હતો તેથી સરકારે જખ મારીને મને છોડવો પડે એમ હતો, એવો દાવો પણ રાવણે કર્યો છે. રાવણનું વલણ જાતાં એ ભાજપ ભણી ઢળે એવું લાગતું નથી. ઊલટાનું બહાર રહીને એ ભાજપની બજાવ્યા કરશે એ જાતાં ભાજપને આ દાવ ભારે પડી જાય એવું લાગે છે.
ભાજપ રાવણે હળવાશથી લઈ શકે તેમ નથી કેમ કે ઉત્તર પ્રદેશમાં યુવા દલિતો પર તેનો ભારે પ્રભાવ છે. રાજકીય વિશ્ર્‌લેષકો તો તેને બીજા કાંશીરામ જ ગણાવે છે. કાંશીરામે ૧૯૮૦ના દાયકામાં દલિતોમાં નવી લહેર ઉભી કરેલી ને બહુજન સમાજ પાર્ટીની રચના કરીને દલિતોને પોતાનો લાગે તેવા પક્ષની ભેટ આપેલી. રાવણ પણ એ જ રસ્તે આગળ વધી રહ્યો છે ને લાંબા ગાળે એ માયાવતીનો ગરાસ લૂંટી લેશે એવું બધા માને છે.
આપણે ત્યાં રાવણનું નામ બહુ ગાજેલું નથી તેથી બધાંને આ વાતો કદાચ ગપગોળા લાગે પણ રાવણની ભીમ સેનાએ ટૂંકા ગાળામાં જે તાકાત ઊભી કરી છે તેના પર નજર નાંખશો તો સમજાશે કે, રાવણ બીજું કંઈ ના કરે તો કંઈ નહીં પણ દલિતોને પોતાની તરફ વાળવાના ભાજપના મનસૂબામાં પંક્ચર તો પાડી શકે એમ છે જ. રાવણે પોતાના દોસ્તાર વિનય રતનસિંહ સાથે મળીને ૨૦૧૪માં ભીમ સેના બનાવેલી ને અત્યારે આ સંગઠનના ૧૦ લાખ કરતાં વધારે સભ્યો હોવાનો દાવો કરાય છે.
આ દાવામાં ઠોકાઠોક હોય એવું બને પણ બીજી એક વાસ્તવિકતાનો કોઈ નજરઅંદાજ કરી શકે તેમ નથી. રાવણ અને વિનય બંને દલિતોને મજબૂત બનાવવા માટે તેમનામાં શિક્ષણ વધે એ માટે મથે છે. તેના ભાગરૂપે તેમણે ૨૦૧૪માં પહેલી સ્કૂલ શરૂ કરેલી ને અત્યારે પશ્રિ્‌ચમ ઉત્તર પ્રદેશમાં ભીમ સેનાની ૩૦૦ સ્કૂલો છે. માત્ર પાંચ વર્ષમાં ૩૦૦ સ્કૂલો ઊભી કરવી એ ખાવાના ખેલ નથી ને સમાજનો સપોર્ટ ના હોય તો એ શક્્ય જ ના બને. આ સ્કૂલોના માધ્યમથી રાવણ દલિતોના સીધા સંપર્કમાં છે ને તેમના પર પ્રભાવ પાડી શકે તેવી સ્થિતિમાં છે. આ સંજાગોમાં લોકસભાની ચૂંટણીમાં તે દલિતોને ભાજપ વિરોધી કરી શકે ને ભાજપના બધા ઓરતા અધૂરા રહી જાય એવું બને.
ભાજપ માટે બીજા પણ એક ખતરો છે. દલિતોને મનાવવા ભાજપે રાવણને છોડ્યો તેમાં સવર્ણો ભડકે ને ભાજપ ના ઘરનો રહે, ના ઘાટનો એવું પણ બની શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY