કાળિયાર કેસઃ સૈફ, સોનાલી અને નિલમ વિરૃદ્ધ રાજસ્થાન સરકાર હાઇકોર્ટમાં જશે

0
11

મુંબઈ,તા.૧૫
રાજસ્થાન સરકારે કાળિયાર શિકાર કેસ મામલે હાઈકોર્ટ જવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકાર આ મામલે અભિનેતા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. પાંચ મહિના પહેલા કોર્ટે સલમાન ખાનને બાદ કરતા તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.
કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી જાકે, બાદમાં સલામાન ખાનને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સલમાન ખાનને જામીન મળતા તેનો વિરોધ બિશનોઈ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. કાળિયાર શિકાર મામલે બિશનોઈ સમાજે લાંબી લડત આપી છે. જે બાદ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જાધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જાધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવ્યો. અહીં સલમાન ખાનનો મેડિકલ ચેકઅપ કરાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY