આજથી અમદાવાદથી પોરબંદર અને જેસલમેર માટે વિમાની સેવાનો પ્રારંભ

0
6

અમદાવાદ,તા.૧૮
ગુજરાતમાં આજથી ડોમેસ્ટીક વિમાની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. હૈદરાબાદ સ્થિત કંપની જેટ આ સેવાઓ શરૂ કરી રહી છે. કેન્દ્ર સરકારની ‘ઉડે દેશ કા નાગરિક’ (ઉડાન) સ્કીમ અંતર્ગત આ સેવાઓ શરૂ થઈ રહી છે અને પ્રથમ ફ્લાઈટ અમદાવાદથી પોરબંદર અને અમદાવાદથી જેસલમેર માટે ઉડાન ભરશે. આ અગાઉ વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૫ વખતે આ સેવાઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ એક મહિનામાં તે બંધ કરી દેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદથી પોરબંદર અને અમદાવાદથી જેસલમેર રોજિંદી ફ્લાઈટ ઉડાન ભરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક સપ્તાહ પછી કંડલા, કેશોદ અને મહારાષ્ટ્રના નાસીક માટેની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એર ઓરિસ્સા દ્વારા ડેક્કન એરવેઝના સહયોગથી ઈન્ટરસ્ટેટ ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી પરંતુ વિમાનોમાં ટેક્નીકલ ખામીઓ વારંવાર આવવાને કારણે તે નિયમિત ઉડાન ભરી શકી ન હતી. જા કે એર ઓરિસ્સાએ અમદાવાદથી જામનગર, ભાવનગર, મીઠાપુર અને મુંદ્રા માટેના પોતાના અધિકારો કાયમ રાખેલા છે.
હવે જ્યારે વાયબ્રન્ટ સમિટ નજીક આવી રહી છે તેવા સમયે ફરી એક વખત હૈદરાબાદની કંપની આ યોજના હેઠળ આવતીકાલથી ઈન્ટરસ્ટેટ વિમાની સેવા શરૂ કરવા જઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY