ભુજ કચ્છ: પરીક્ષિતા રાઠોડ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામની સુચના મુજબ પ્રોહી કેશો શોધવા એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કાર્ગો પાસે આવતા બાતમી મળેલ કે કાર્ગો બાપાસીતારામ નગરમાં રહેતો સલીમ ઉર્ફે ધુમ સીદીક કોરેજા ગેરકાયદેસર ઈગ્લિશ દારૂ પોતાના કબજાની ઓરડીમાં રાખેલ છે અને વેચાણ કરે છે તેવી સચોટ બાતમી આધારે કાર્ગો બાપાસીતારામ નગરમા આવેલ બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫o એમ. એલ.ની બોટલ નંગ – ૨૪ તેમજ ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ – ૨૮૮ એમ કુલ કિ.રૂ.૩૭,૨૦૦ ના પ્રોહી મુદ્દામાલ પકડી પાડી આગળની વધુ તપાસ અર્થે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઇસ્પેકટર જે.પી. જાડેજા,પો.સ.ઈ એમ.એસ. રાણા,એ.એસ.આઈ. પ્રવિણસિંહ પલાસ,લક્ષમણભાઈ આહીર,પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા,પ્રહલાદસિંહ ચુડાસમા પો.કોન્સ.સંજયંસિંહ રાણા , અજયસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




