પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચથી વધુ ઘાયલ

0
60

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગત મોડી રાતે પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે સામસામે ધીંગાણું થતાં મામલો બીચક્્યો હતો. તલવાર, છરા તેમજ લોખંડની પાઇપો લઇને બન્ને પક્ષ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હિંસક હુમલો કર્યો હતો. આ ધીગાણામાં પાંચ કરતાં વધુ લોકોને ઇજા પહોંચી હતી જ્યારે વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી.
બહેરામપુરા વિસ્તારમાં આવેલ પીરભાઇ ધોબીની ચાલીમાં રહેતા ૪પ વર્ષિય અશોકભાઇ રતિલાલ ઓડે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વનરાજ ભલાજી પરમાર, સંજય ભલાજી પરમાર, વિજય લક્ષ્મણ પરમાર સહિત બીજા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં હત્યાની કોશિશ કરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અશોકભાઇને દોઢ વર્ષ પહેલાં પાડોશમાં રહેતી એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ હતો, જેની અદાવત રાખીને ગઇ કાલે વનરાજ તેનો ભાઇ અને બીજા શખ્સો છરી અને ધોકા લઇને પીરભાઇ ધોબીની ચાલીમાં આવ્યા હતા.
અશોકભાઇ કંઇ પણ બોલે તે પહેલાં તેમના પર ઘાતકી હુમલો કરી દીધો હતો. વનરાજ સહિત તમામે અશોકભાઇ પર આડેધડ છરી તેમજ તલવારના ઘા ઝીંકી દીધા હતા અને વાહનોને તોડફોડ કરી હતી. અશોકનાં પરિવારજનો પણ તલવાર અને ધોકા લઇને દોડી આવ્યા હતા અને વનરાજ અને તેના મિત્રો પર તૂટી પડ્યા હતા. વનરાજ તેના ભાઇ સહિત સંબંધીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. વનરાજે પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કિશન, જીતુ સહિત ત્રણ-ચાર લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. બન્ને પક્ષ વચ્ચે શસ્ત્રથી થયેલી જૂથ અથડામણમાં અશોક સહિત પાંચ કરતાં વધુ લોકોને નાની- મોટી ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાઓને વેરવિખેર કર્યાં હતાં. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અશોકની તબિયત નાજુક હોવાથી તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. પોલીસે બન્ને પક્ષે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY