ખેત મજુરનાં પુત્રએ રસ્તામાં મળેલા દોઢ લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા

0
6

ભાવનગર,તા.૨૨
ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના બોરડા કે. વ.શાળાના એક વિદ્યાર્થીએ પોતાના સાથી મિત્રો સાથે વાડીએથી શાળા એ આવી રહ્યો હતો ત્યારે હાઇવે પર ચાલતા આવતા વિદ્યાર્થીની નજર એક થેલી પર પડતા તેમણે કુતુહલપૂર્વક થેલી ઉપાડી ને અંદર જાતા થેલી રૂપિયાથી રેલી હતી. સાથે તેમાં આધાર કાર્ડ સહિતની ઓળખનાં પુરાવા મળી આવતા બાળ વિદ્યાર્થીએ મૂળ માલિકને રૂપિયા ભરેલી થેલી પરત કરી મોટી દિલેરી દાખવી સ્કુલનું નામ અને વાલીઓનાં મળેલા સંસ્કારને રોશન કર્યા હતા.
બોરડા ની કેવ.શાળા માં ધો ૮ માં મકવાણા વિશાલ ઓધાભાઈ અભ્યાસ કરે છે. વિશાલનાં પિતા માતા તમામ ખેત-મજુરી કરી જીવનનો નિર્વાહ ચલાવે છે. વિશાલના પરિવારજનોની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય છે.
વિશાલ શાળાના નિયત સમયે સ્કુલેથી આવતો હતો ત્યારે રસ્તા પર એક થેલી ભરેલી દેખાઈ. આથી કુતુહલ વશ થેલી ઉપાડી તેમાં જાતા રૂપિયા ભરેલી હતી. તેમાં ઓળખ ના પુરાવા પણ હતા. આથી વિદ્યાર્થીઓ એ નજીકની રસ્તા પરની વાડી માલિકો ને રોકડ રકમ અને ઓળખનાં પુરાવા સહિતની વાત કરી મૂળ માલિક સુધી પહોંચાડવાની મથામણ કરી .
જેમાં રસ્તા પર આવતી હોટલ પર જઈ મૂળ માલિક ને રોકડ રકમ આપવાના પ્રયાસના ભાગ રૂપે પહોંચતા વાત કરતા જેમના નામનું ફોટા વાળું આધાર કાર્ડ હોય તેજ વ્યકિત સામે જાવા મળતા બાળક વિશાલ અને સાથી મિત્રો એ ઓળખી જઈ ને સંજયભાઈ નામના વ્યકિત ને રોકડ ભરેલી થેલી પરત કરી હતી. સંજય ભાઈ નામની વ્યકિત ટ્રક માં બેસી મુસાફરી કરી રહ્યા હતા. તેઓને ખબર પણ નહતી કે પોતાની રોકડ રકમ ભરેલી થેલી પડી ગઈ છે. જાગાનુંજાગ થેલી બાળક વિશાલ ના હાથમાં આવી અને તેની દિલેરી ના કારણે થેલી રોકડ રકમ સાથે મૂળ માલિક ને પરત મળી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY