મહારાષ્ટ્રઃ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીને ચક્કર આવતા સ્ટેજ પર જ બેભાન થયા

0
10

અહમદનગર,તા.૭
મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ગડકરી સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ સ્ટેજ પર હાજર હતા અને તેમણે જ નિતિન ગડકરીને સંભાળ્યા. નિતિન ગડકરીને હાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જાકે અચાનક તેમની તબિયત કેમ ખરાબ થઈ ગઈ તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
નિતિન ગડકરી અહમદનગરની મહાત્મા ફુલે એગ્રીકલ્ચરલ કોલેજની કોન્વોકેશન સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ ઘટના તે સમયે થઈ જ્યારે નિતિન ગડકરી રાષ્ટ્રગીત માટે ઉભા થયા હતા. તે સમયે જ અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY